અમીરગઢના ઢોલિયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈક ને ટક્કર મારતા બેનાં મોત નીપજ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 12:21:47
  • Views : 230
  • Modified Date : 2022-03-14 12:21:47

અમીરગઢના ઢોલિયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈક ને ટક્કર મારતા બેનાં મોત નીપજ્યા

 

અમીરગઢ ના ઢોલિયા પાસે બાઈક ઉપર જતા બાઈક સવારને પાછળથી ટ્રક ચાલકે અડફેટે લેતાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં આજે અમીરગઢ પાસેથી પસાર થતા આબુરોડ પાલનપુર હાઈવે ઉપર એક બાઈક સવાર ઢોલિયા નજીક હાઇવે પર પાછળથી આવત ટ્રકના ચાલકે ગફલત ભર્યું વાહન હંકારતા ગતિમાર્યદા નું ભાન રાખી વાહન ઉપરનું કાબૂ ગુમાવી આગળ જતાં બાઈક ને ટક્કર મારતા બાઈક પર સવાર વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા જેથી એક વ્યક્તિ પર ટ્રકની ટાયર ફરી વળ્યુ હતું અને અન્ય રોડ પર પટકાતા સખત માર લગતા બંને ઈસમો નું ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું  અમીરગઢ પોલીસે  બંને ઇસમોની લાશને પી એમ માટે સરકારી દવાખાને મોકલી અકસ્માતનો ગુનો નોંધી ભાગી ગયેલ અજાણ્યાં વાહન ની તપાસ આરંભી છે.

Download Our B K News Today App



Related News