ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર-11ના બે અપક્ષ ઉમેદવારો ભાજપમાં જોડાયા : પાલિકાના સભ્યોએ સ્વાગત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-09 10:59:58
  • Views : 318
  • Modified Date : 2022-04-09 10:59:58

ડીસા નગરપાલિકા ના વોર્ડ નંબર-11માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા બે ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા ખાસ કરીને ભાજપના શાસનમાં પોતાના વિસ્તારનો વિકાસ થાય તે માટે આ બંને અપક્ષ ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા.

 

ડીસા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે ડીસા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ૨૭ સભ્યો પાલિકામાં ચૂંટાઈ આવ્યા હતા જે વાત ડીસા નગરપાલિકા નું શાસન ઉત્સાહી પ્રમુખ રાજુભાઈ ઠક્કરે સંભાળ્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન અત્યાર સુધી દરેક સભ્યો સાથે રહી ડીસાના તમામ વોર્ડમાં સારો એવો વિકાસ થઈ રહ્યો છે. વર્ષોથી જે વિસ્તારમાં લોકોએ રસ્તાઓ લાઈટો,સફાઈ અને પાણીની સુવિધા ન હતી જોઈ તે તમામ વિસ્તારોમાં હાલ ડીસા નગરપાલિકા દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જ્યારથી ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યાંથી ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ વિકાસની હરણફાળમાં હવે અપક્ષ ઉમેદવારો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 11 માં અપક્ષ ઉમેદવાર તરીકે વિજય બનેલા દીપકભાઈ પઢિયાર અને જોસનાબેન માળી બંને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ખાસ કરીને પોતે અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી બન્યા હોવા છતાં પોતાના વિસ્તારનો કાયમી વિકાસ થાય તે હેતુથી આ બંને અપક્ષ ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા વર્ષોથી ડીસાના રાજપુર વિસ્તારમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરતા હતા પરંતુ ભાજપનું શાસન આવ્યા બાદ રાજપુર વિસ્તારમાં અનેક સમસ્યાઓ હાલમાં પાલિકા પ્રમુખની આગેવાનીમાં પૂરી કરવામાં આવી છે ત્યારે ડીસા વોર્ડ નંબર 11 ના અપક્ષ ઉમેદવાર દિપક પઢિયારે જણાવ્યું હતું કે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 માંથી લોકોએ અપક્ષ ઉમેદવાર તરીકે અમને બહુમતીથી વિજય બનાવ્યા હતા ત્યારે અમારા વિસ્તાર નો કાયમી વિકાસ થાય તે માટે અમે બંને અપક્ષ ઉમેદવારો આજે ભાજપમાં જોડાઈ છીએ. આ બંને અપક્ષ ઉમેદવારો ભાજપમાં જોડાતા ની સાથે જ ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ પણ આ બંને અપક્ષ ઉમેદવારોનું ભાજપમાં જોડાતા સ્વાગત કર્યું હતું.

 

Download Our B K News Today App



Related News