સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-13 17:21:14
  • Views : 50
  • Modified Date : 2025-04-13 17:21:14

 રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. આ દરમિયાન ભાવનગર અન જામનગરમાં આપઘાતની ઘટના સામે આવી છે. ભાવનગરના ગારિયાધારમાં આધેડે ઝેરી દવા પીને પોતાના શરીર પર આગ ચાંપી દીધી હતી. જ્યારે જામનગરના લાલપુરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત કર્યો હતો.

આધેડે ઝેરી દવા પીને પોતાના શરીર પર આગ ચાંપી 

મળતી માહિતી અનુસાર, ભાવનગરના ગારિયાધારમાં રમેશ મકવાણાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. તેમણે પહેલા ઝેરી દવા પીધી હતી અને બાદમાં પોતાના શરીર પર જાતે જ આગ ચાંપીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગારિયાધાર તાલુકાના સાંઢખાખરા અને ચોંડા રોડ પર બળેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News