મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-05 17:40:30
  • Views : 39
  • Modified Date : 2025-02-05 17:40:30

મોરબીના જેલ રોડ ઉપર આવેલ પશુ દવાખાના પાછળ વોકળા પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સ પકડાયા હતા અને લાલપર નજીક કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા હતા. 

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જેલ રોડ ઉપર આવેલ પશુ દવાખાના પાછળ વોકળા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સીદીક યુસુફભાઈ મોવર (42) રહે. નવલખી રોડ લાયન્સનગર મોરબી તથા યુસુફ મામદભાઈ જુણાચ (48) રહે. નવા ડેલા રોડ ઘાંચી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 6,000 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયેલ છે .

આવી જ રીતે મોરબીના લાલપર ગામે ત્રિવેણી મોજેક ટાઇલ્સ નામના કારખાના સામે જાહેરમાં જુગાર રમતા ઇમરાન કાદરભાઈ મોટલાણી રહે વીસીપરા મોરબી અને દિનેશ મોહનભાઈ ઠોરિયા રહે. વિશાલ દીપ પાછળ લાલપર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,500 ની રોકડ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

દેશી દારૂની રેડ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેણાંક મકાનમાંથી સાડા ત્રણસો લીટર આથો તથા 70 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને 21 હજાર રૂપિયાની કિંમત પણ મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સંજય નાગજીભાઈ દેગામા (38) ની ધરપકડ કરીને તેની સામે એ ડિવિઝન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News