બે મિત્રોએ સાથે મળી કરી કાશ્મીરી કેસરની ખેતી, વર્ષે 32 લાખ રૂપિયાની કમાણી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-15 15:16:58
  • Views : 100
  • Modified Date : 2023-10-15 15:16:58

રાજ્યમાં ખેડૂતો મોટે ભાગે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે, પરંતુ ખેતીમાં અપ્રમાણ વરસાદ કે પછી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે, ત્યારે રાજ્યમાં ધીમેધીમે ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી બાગાયતી ખેતી તરફ વધી રહ્યા છે.બોટાદ જિલ્લાના નાનકડા ગામડાના બે મિત્રોએ કાશ્મીરી કેસરની ખેતી કરી સમગ્ર રાજ્યને રાહ ચીંધી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામના આશિષ બાવળીયા અને ભદ્રાવડી ગામના સુભાષ કાનેટીયા જે બંને ખેડુત પુત્રો છે અને બંને મિત્રો સાથે B.Tech.સુધીનો અભ્યાસ કર્યો હતો અને જોકે બંને મિત્રોએ એગ્રીકલ્ચરમાં અભ્યાસ કર્યો છે. જમ્મુ- કાશ્મીરમાંથી કેસરના બલ્ક મંગાવવામાં આવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ તેનો આકાર ડુંગળી જેવો દેખાય છે. પરંતુ તેને કેસરનું બલ્ક કહેવાય છે.કેસર શીત કટ્ટીબંધમાં થતો પાક હોવાના પોતાની વાડીમાં એક કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરવામાં આવ્યું હતું. કોલ્ડ સ્ટોરેજમાં સાગનું લાકડું, એર કન્ડિશન, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટેના મશીન લગાવવામાં આવ્યા છે. સાથે જ ભેજ માપવા માટેના મશીનો ઓટોમેટીક સિસ્ટમ વાળા રાખવામાં આવ્યા છે. વીજળીની ખૂબ જ જરૂર હોય જેથી એક જનરેટર મૂકવામાં આવ્યું છે.ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકાના હામાપર ગામે બંને ખેડુત પુત્ર આશિષ બાવળીયા અને ભદ્રાવડી ગામનો સુભાષ કાનેટીયાએ કેસરની ખેતીની શરૂઆત કરી છે. બે વર્ષની મહેનત બાદ બંને મિત્રોને કેસરની ખેતીમાં સફળતા મળી છે. જ્યારે પ્રથમ વર્ષે કેસરનું 1થી 1.500 કિલો ગ્રામ ઉત્પાદન મળી શકે છે.ત્યારબાદ બે પાક લઈ શકાય છે અને 4 કિલો વર્ષમાં ઉત્પાદન થાય છે. હાલ જાહેર માર્કેટમાં કેસરનો એક કિલોનો ભાવ 7થી 8 લાખ સુધીનો છે અને આ કેસરની ખેતી 100 ટકા ઓર્ગેનિક કરવામાં આવે છે આમ આ બંને મિત્રોની મહેનત રંગ લાવી છે અને બંનેએ આધુનિક યુગમાં ખેતી કરવા માગતા યુવાનોને નવી રાહ દેખાડી છે.

Download Our B K News Today App



Related News