ખેરાલુના વાલાપુરા પાસે ઇકો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે મિત્રોના કમકમાટીભર્યા મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 13:51:16
  • Views : 217
  • Modified Date : 2021-03-23 13:51:16

    ખેરાલુ પાલનપુર રોડ પર આવેલા વાલાપુરા ગામ નજીક ઇકો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે મિત્રોના કમકમાટીભર્યા મોત થતા શોકનો માહોલ છવાયો હતો. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે અને એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.ચાણસોલ ગામના બે યુવાન પ્રતિક પ્રજાપતિ અને નિકુંજ સથવારા આ બને યુવાન ગેસની બોટલ ભરાવા જઈ રહ્યા હતા. એ દરમિયાન ખેરાલુ પાલનપુર માર્ગ પર બેફામ ઇકો ચાલકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા તેમજ 108ને જાણ કરતા 108 ટિમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

    અકસ્માતમાં પ્રતિક પ્રજાપતિ નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર નિકુંજ સથવારાને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે વડનગર ખસેડાયો હતો, પરંતુ ત્યાંથી વધુ સારવાર માટે વિસનગની નુતન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં સારવાર દરમિયાન નિકુંજનું પણ મોત નીપજ્યું હતું. જેથી ડોકટરે વિસનગર પોલીસને જાણ કરતા અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી.બને મિત્રો પ્રતીક અને નિકુંજ જે બને વચ્ચે ગાઢ મિત્રતા હતી જેમાં બને સાથે અભ્યાસ માટે જતા હતા બને મિત્રો ITI પણ જોડે કરતા જતા કોઈ પણ જગ્યા પર બને એક સાથે જતા પરિવાર ના જણાવ્યા અનુસાર બને મિત્રો વચ્ચે એટલી ગાઢ મિત્રતા હતી કે બને એક બીજા વિના પણ રહી શકતા નહોતા


Download Our B K News Today App



Related News