બનાસકાંઠામાં ધાનેરા પાસે આવેલ નેનાવા ચેકપોસ્ટ પરથી એક પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે બે પરપ્રાંતીય શખ્સો ઝડપાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 12:40:52
  • Views : 345
  • Modified Date : 2021-06-24 12:40:52

     બનાસકાંઠામાં ધાનેરા પાસે આવેલી નેનાવા ચેકપોસ્ટ પરથી આજે એક પિસ્તોલ સાથે બે પરપ્રાંતીય શખ્સો ઝડપાયા છે. વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારની તલાશી લેતા અને એક પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ મળી આવતા ધાનેરા પોલીસે 3.30 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત બે રાજસ્થાની શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

     ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી આજે વધુ એક વાર દેશી બનાવટની પિસ્તોલ સાથે બે પરપ્રાંતીય શખ્સો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરા પોલીસ આજે વાહન ચેકિંગમાં હતી તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ કાર શંકાસ્પદ જણાતા તેને થોભાવી તલાશી લીધી હતી. તલાશી દરમ્યાન કારમાંથી દેશી બનાવટની એક પિસ્તોલ સહિત 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા જેથી પોલીસે તરત જ પિસ્તોલ, કાર્ટુસ અને ગાડી સહિત કુલ 3.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે રાજસ્થાનના સાંચોરના રહેવાથી સમુંદરસિંહ રાવ અને નરપતસિંહ રાવની અટકાયત કરી ધાનેરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Download Our B K News Today App



Related News