બનાસકાંઠામાં અમીરગઢ બોર્ડર પરથી દેશી બનાવટની પાંચ રિવોલ્વર સાથે બે પરપ્રાંતીય શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-15 12:31:49
  • Views : 292
  • Modified Date : 2021-10-15 12:31:49

બનાસકાંઠામાં અમીરગઢ બોર્ડર પરથી આજે ફરી એકવાર દેશી બનાવટની પાંચ રિવોલ્વર સાથે બે પરપ્રાંતીય શકશો ઝડપાયા છે. અમીરગઢ પોલીસે વાહનચેકિંગ દરમિયાન 5 રિવોલ્વર સહિત 27 હજાર ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી આર્મ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ બનાસકાંઠા જિલ્લો ધીમે ધીમે ક્રાઇમ નું પાટનગર બની રહ્યો છે આજે પણ અમીરગઢ બોર્ડર પરથી વાહન ચેકિંગ દરમિયાન પાંચ દેશી રિવોલ્વર સાથે બે શખ્સોની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ પોલીસ આજે વાહન ચેકિંગમાં હતી તે સમયે રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસ થોભાવી તેની પણ તલાસી લીધી હતી. તે સમયે લક્ઝરી બસમાં છેલ્લી સીટ પર બેઠેલો એક યુપી નો રહેવાસી પ્રશાંત જીતેન્દ્રપાલસિંહ ઠાકુર જોદાન નામનો શખ્સ શંકાસ્પદ જણાતા તેની તલાસી લીધી હતી તે સમયે તેની પાસે રહેલા થેલામાંથી પાંચ દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી જેથી પોલીસે તેની અટકાયત કરી પાંચ રિવોલ્વર સહિત 27 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછ કરતા વધુ એક વ્યક્તિનું નામ ખૂલ્યું હતું જેથી પોલીસે બંને શખ્સો ની અટકાયત કરી આર્મ એકટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ......

Download Our B K News Today App



Related News