બે દિવસ અગાઉ પોસ્ટ ઓફીસ પાસે જજ ના બંધ મકાનના દરવાજો તોડી અજાણ્યા શખ્સોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો જેમાં પોલીસે કલાકોમાં બે આરોપીઓ ને ઝડપી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-08 11:51:57
  • Views : 400
  • Modified Date : 2022-08-08 11:51:57


ડીસા માં બે દિવસ અગાઉ પોસ્ટ ઓફીસ પાસે જજ ના બંધ મકાનના દરવાજા નો નકુચો તોડી અજાણ્યા શખ્સોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ શહેર દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓ ને ઝડપી લીધા છે.

 

વડોદરામાં જજ તરીકે ફરજ બજાવતા ભાસ્કરભાઈ દવે નું મકાન ડીસા માં પોસ્ટ ઓફીસ પાસે આવેલ છે. જે મકાનમાં બે દિવસ અગાઉ જ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો વહેલી સવારે મકાનની બાજુમાં આવેલ અંબાજી મંદિરના પૂજારીએ બે અજાણ્યા શખ્સો ને ગેટ કૂદીને બહાર ભાગતા જોતા જ મકાન ની દેખરેખ રાખનારા વિશાલભાઈ મેવાડા ને જાણ કરી હતી. જે અંગેની ફરિયાદ શહેર દક્ષિણ પોલીસ મથકે નોંધાઇ હતી અને પોલીસે ગણતરીના કલાકમાં જ મકાનમાં ચોરીનો પ્રયાસ કરનારા નવીન માજીરાણા અને ચંદન ઠાકોર નામના બે શખ્સોને પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે, ફુલ છે કે ડીસામાં બેકારી કુવા વ્હોળા વિસ્તારમાં પણ પંદર દિવસ અગાઉ અંદાજિત 7 થી 8 લાખ રૂપિયા ના માલમત્તાની ચોરી થઈ હતી જોકે આ કેસમાં હજુ પોલીસ ચોર નું કોઈ પગેરું મેળવી શકી નથી ત્યાં જજના મકાનના ચોરી ના નિષ્ફળ પ્રયાસ માં પણ પોલીસે ગણતરી ના કલાકો માંજ ભેદ ઉકેલી લેતા પોલીસની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે . . .

Download Our B K News Today App



Related News