રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં ઝળકી જામનગરની બે દીકરીઓ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-04 16:18:01
  • Views : 114
  • Modified Date : 2023-09-04 16:18:01

જામનગરમાં કરાટેની વિવિધ કેટેગરીને ઓપન ગુજરાતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બે સગી બહેનોએ પોતાની તાકાત બતાવીને પોતાની કેટેગરીમાં ફાઈટ કરીને ગોલ્ડ મેડલ હાસલ કર્યા. કરાટેની સ્પર્ધામાં વિવિધ જીલ્લાઓમાંથી કુલ 400 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઓપન ઈન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશીપ 2023 માં કરાટેની તાલીમ મેળવનાર નાના-મોટા બાળકોએ સ્પર્ધામાં જોર અજમાવ્યુ હતુ.બે સગી બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો અને પોતાની કેટગરીમાં ગોલ્ડ મેળવીને પરીવારને ગર્વ અપાવ્યુ. જામનગરની સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ -10માં અભ્યાસ કરતી મૈત્રી હિરેન ગાંધીએ કરાટેની ફાઈટમાં 14-15વર્ષની સ્પર્ધકોમાં કુલ 16 સ્પર્ધકો પૈકી જીત હાસિલ કરી. 16 સ્પર્ધકો વચ્ચે દોઢ મીનિટની 3 ફાઈટ રમીને ગોલ્ડ મેળવ્યો. જયારે કાતામાં સિલ્વર મેડલ મેળવ્યો. તેવી રીતે સેન્ટ આન્સ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી મૈત્રીની નાની બહેન દુર્વા હિરેન ગાંધીએ પણ 9-10 વર્ષના 32 સ્પર્ધકો વચ્ચે કરાટેની ફાઈટની સ્પર્ધા થઈ હતી. જેમાં 1 મીનીટની 4 ફાઈટ રમીને દુર્વાએ ગોલ્ડ હાસિલ કર્યો. તેમજ કાતામાં બ્રોન્સ મેળવ્યો. નેશનલ સ્પર્ધામાં કરાટે રમીને ગોલ્ડ મેળવવાનુ સપનુ મૈત્રીએ જોયુ છે.મુળ દેવભુમિદ્રારકા જીલ્લાના ભાણવડના વતની બંને બહેનો અભ્યાસ માટે પરીવાર સાથે જામનગરમાં ચાલુ શૈક્ષણિક વર્ષે આવ્યા. શહેરમાં શિક્ષણની સાથે બંને બહેનોને સાહસીક પ્રવૃતિમાં રસ ધરાવતી હોવાથી કરાટેની તાલીમ લેવાનુ શરૂ કર્યુ. શહેરમાં છેલ્લા 10 વર્ષથી કરાટેની તાલીમ આપનાર કોચ ચિરાગ શાહ પાસે કોચીંગ લેવાનું શરૂ કર્યુ. છેલ્લા 4 માસથી કરાટેની તાલીમ બંને બહેનો સાથે મેળવે છે. સપ્તાહમાં 10 કલાકની તાલીમ અને પ્રેકટીસ કરે છે. એક દાયકાથી કરાટેની તાલીમ આપનાર કોચે ચિરાગે જણાવ્યુ કે બંને બહેનો મહેનતી છે, સાથે કુદરતી બક્ષીસ હોય તો આવુ બને તે ઓછા સમયની તાલીમમાં અને પ્રથમ સ્પર્ધામાં ગોલ્ડ મેળવી શકે. આ સ્ટેજ સુધી પહોંચવા માટે અન્ય સ્પર્ધક વધુ સમય લેતા હોય છે.મૈત્રી અને દુર્વાના પિતા ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જે બંને પુત્રીના અભ્યાસ માટે શહેરમાં રહેવા આવ્યા. બંને દિકરીઓને અભ્યાસની સાથે સાહસિક પ્રવૃતિ કરવાની ઈચ્છા હોય ત્યારે કરાટેની તાલીમ શરૂ કરાવી. અને એક દિવસે બંને દિકરીઓ ચાર મેડલ જે પૈકી 2 ગોલ્ડ મેળવી ગર્વ સાથે ખુશી વ્યકત કરી.

Download Our B K News Today App



Related News