કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટથી ગાર્ડન સિટી સોસાયટીમાં બે મકાન ધરાશાયી, એક યુવકનું મોત, 4 ઈજાગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:28:14
  • Views : 332
  • Modified Date : 2020-12-22 11:28:14

    કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થવાથી ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ પડી રહેલાં બે મકાન ધરાશાયી થયાં છે. સોસાયટીના બંધ મકાનમાં આજે વહેલી સવારે ભેદી ધડાકો થયો હતો. જેના કારણે તે મકાન સહિત બાજુનું મકાન પણ ધરાશાયી થયું હતું. જેમાં બાજુના મકાનમાં રહેતા વૃદ્ધ મહિલા ઘાયલ થયા હતા તેમજ તેમની સાથે રહેતો યુવાન મકાનના કાટમાળ નીચે દબાયેલા હોવાનું જણાવતા ફાયર બ્રિગેડની ટીમે રેસક્યુ હાથ ધર્યું હતું. મકાનના કાટમાળ માં આગ પણ ચાલુ હતી. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના અન્ય મકાનોને પણ નાનું-મોટું નુકસાન પહોંચ્યું હતું. અને સમગ્ર કલોલ નો અનુભવ કર્યો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ હતી તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ ઘટનામાં હાલમાં એકનું મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.


    બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સોસાયટીના અન્ય મકાનોના કાચ તૂટી ગયાં હતા. જે મકાનમાં ધડાકો થયો હતો તે તો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું તેમજ તેના કાટમાળમાં આગ પણ લાગેલી હતી. બાજુના મકાનમાં એક વૃદ્ધ મહિલા તેમજ યુવક રહેતા હતા બ્લાસ્ટમાં તે મકાન પણ હતું હતા મહિલા ગાયલ થયા હતા જેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યારે યુવક કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા ના લીધે ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું મકાનના નીચેથી ગેસની લાઈન પસાર થતી હોવાની ચર્ચાએ જોર પકડયું હતું બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો ધડાકો સમગ્ર કલોલમાં સંભળાયો હતો તેમજ સોસાયટીના અન્ય મકાનોમાં પણ કાચ તુટવા સહિતના નુકસાન થવા પામ્યું હતું.


Download Our B K News Today App



Related News