ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે બે બાઇક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 11:21:04
  • Views : 207
  • Modified Date : 2022-06-14 11:21:04


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકોએ જિંદગી ગુમાવી છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આવો જ એક અકસ્માત આજે ડીસા પાટણ હાઈવે પર આવેલ જુનાડીસા ગામ નજીક બે બાળકો વચ્ચે સર્જાયો હતો જેમાં જુનાડીસા ગામ પાસે બે બાઇક સામસામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક પર સવાર યુવક રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો


Download Our B K News Today App



Related News