કંજરી ઓવરબ્રિજ પાસે ટેલરે ટક્કર મારતા બે ભિક્ષુકના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-26 15:10:30
  • Views : 58
  • Modified Date : 2025-04-26 15:10:30

નડિયાદ : ખેડા જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. નેશનલ હાઇવે નંબર ૪૮ કંજરી ઓવરબ્રિજ ચડતા રોડની સાઈડ પર ઉભેલા ત્રણ ઈસમોને તોતિંગ ટેલરે ટક્કર મારતા પિતા અને કુટુંબી બનેવીનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે મહેમદાવાદ ખેડા રોડ પર ગ્રીડ નજીક રીક્ષા પલટી ખાતા ચાર જણને ઈજા થઈ હતી. આ બનાવ સંદર્ભે જે તે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવેલ છે.

નડિયાદ તાલુકાના ટુંડેલ ગામે રહેતા નવઘણભાઈ શંકરભાઈ સલાટ તેમના પિતા શંકરભાઈ દેવાભાઈ સલાટ તેમજ સુરેશભાઈ રમણભાઈ બામણીયા રિક્ષામાં બેસી કંજરી બોરીયાવી રેલવે સ્ટેશન પર જાય છે. ત્યાંથી ટ્રેનમાં ભિક્ષા માંગે છે આ ત્રણેય કંજરી ઓવરબ્રિજ ચડતા રોડની સાઈડમાં ઉભેલ વાહનના છાયામાં ઉભા હતા. આ દરમિયાન તોતિંગ ટેલરે ટક્કર મારતા શંકરભાઈ દેવાભાઈ સલાટ (ઉંમર વર્ષ ૫૦)તેમજ સુરેશભાઈ રમણભાઈ બાંભણિયા (ઉંમર ૩૭ વર્ષ) ને શરીર ઉપર ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નવઘણભાઈ શંકરભાઈ સલાટની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ટેલરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News