વલસાડમાં દારૂની હેરાફેરી કરતા આર્મીના બે જવાન ઝડપાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-05 17:04:46
  • Views : 102
  • Modified Date : 2023-06-05 17:04:46

આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતા હોય છે. પરંતુ વલસાડમાં તો દારુની હેરાફેરી કરતા આર્મીના બે જવાનો ઝડપાયા છે.વલસાડમાં 17 પેટી દારુ સાથે મરાઠા બટાલીયનના બે જવાન ઝડપાયા છે. આર્મી અને ડિફેન્સ લખેલી કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ છે. સૂત્રો અનુસાર દમણથી દારુની 552 બોટલ નવસારી લઈ જતા હતા. નવસારીમાં પાર્ટી કરવા માટે દમણથી દારુ લઈ જતા હોવાનું સામે આવ્યુ છે.મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી ઝડપાયો હતો દારુઆ અગાઉ વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પાદરા વોર્ડ નંબર-4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી દારૂ ઝડપાયો હતો. ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. ભાવેશ પટેલ ઉર્ફ લાલુની કારમાંથી 15 પેટી દારુનો જથ્થો સ્ટેટ વિજિલન્સએ ઝડપ્યો હતો.

Download Our B K News Today App



Related News