ભારતીય અર્થતંત્રને નુકસાન થાય તે રીતે બનાવટી ચલણી નોટોની ગેરકાયદેસર હેરાફેરી કરતા થરાદના બે આરોપીઓને એસ.ઓ.જી. તથા એલ. સી. બી.બનાસકાંઠાની ટીમે ઝડપી પાડ્યા છે..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-28 11:49:53
  • Views : 381
  • Modified Date : 2021-08-28 11:49:53

     ભારતીય અર્થતંત્રને નુકસાન થાય તે રીતે બનાવટી ચલણી નોટોની ગેરકાયદેસર હેરાફેરી કરતા થરાદના બે આરોપીઓને  એસ..જી. તથા એલ. સી. બી.બનાસકાંઠાની ટીમે ઝડપી પાડ્યા છે.. એસ..જી સ્ટાફ તથા એલ.સી. બી નો સ્ટાફ મળેલ બાતમીના આધારે ડુંવા ગામે ગોગા મહારાજના મંદિર પાસે વોચ ગોઠવી હતી.. જેમાં થરાદના આરોપી પરબતસિંહ જેસાજી રાજપુત તથા કીર્તિભાઇ પરખાજી ઠાકોરને પકડી કડક પૂછપરછ કર્યા બાદ તેમની તલાશી લેતા તેમના પાસેથી ભારતીય ચલણની બનાવટી  રૂપિયા ૨૦૦ના દરની બનાવટી  નોટો  નંગ 940  જેની કિંમત 1,88,000 તથા અન્ય મુદ્દામાલની કિમત રૂપિયા  20,120/-  સાથે ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ IPC કલમ 489  A,B,C તથા 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News