રખિયાલ અને ઓઢવમાં થયા બે અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-19 14:49:32
  • Views : 118
  • Modified Date : 2023-08-19 14:49:32

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા અકસ્માતમાં એકનું મોત થયુ છે.જ્યારે રખિયાલમાં BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત થયુ છે. ઓઢવ BRTS પાસે પણ બે બાઇક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્મતમાં એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.તો બીજી સુરતમાં મોરાભાગળ BRTS રૂટ કારને એક વિચિત્ર અકસ્માત થયો છે. BRTSના રૂટ પર એક કાર રોંગ સાઈડમાં જતી હતી. આ સમયે સામેથી પણ કાર આવતી હતી. આ સમયે બેલેન્સ ન જળવાતા એક કાર રેલિંગ સાથે ટકરાઈ હતી. કારને નડેલા અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે.

Download Our B K News Today App



Related News