ભાભર ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ મહાદેવ નું મંદિર હર હર મહાદેવ થી ગુંજી ઉઠ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-01 12:44:18
  • Views : 301
  • Modified Date : 2021-09-01 12:44:18

     બનાસકાંઠા ના ભાભર ખાતે આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ મહાદેવ નું મંદિર આવેલ છે આ મંદિરનિ અંદર ફરતે બાર જ્યોતિર્લિંગ આવેલ છે અને પુજારી શ્રી નારણભારથી ના જણાવ્યા મુજબ શ્રાવણ માસમાં અહીં ભગતો ની ખુબજ ભીડ જામે છે અને સવાર સાંજ પુજારી શ્રી નારણભારથી દ્વારા શિવજીનો ભવ્ય શ્રૃંગાર અને દિપમાલા દ્વારા રોજે આરતી કરવામાં આવે છે.શ્રાવણ માસમાં ભગતો દ્વારા શિવજીને જળધારા ચડાવી પુજન કરવામાં આવે છે અને ભગતો દ્વારા ફળ ફુલો ચડાવી પુજન થાય છે.આ મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા અનેક સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આને આનંદ ગૌશાળા પણ આવેલ છે આમ આ શિવમંદિર શ્રાવણ માસમાં હર હર મહાદેવ થી ગુંજી ઉઠે છે.

 

Download Our B K News Today App



Related News