ટ્વિટ : વિજ્ઞાન નહીં PM મોદી ખોટું બોલે છે: રાહુલ ગાંધીએ કોરોનાથી 47 લાખ મોત થયાના દાવાનું કર્યું સમર્થન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-06 10:50:25
  • Views : 225
  • Modified Date : 2022-05-06 10:50:25

ટ્વિટ : વિજ્ઞાન નહીં PM મોદી ખોટું બોલે છે: રાહુલ ગાંધીએ કોરોનાથી 47 લાખ મોત થયાના દાવાનું કર્યું સમર્થન

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતમાં કોરોનાથી થયેલા મોતના આંકડા જાહેર કર્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે.  ત્યારે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. કોરોનાથી થયેલા મોત મામલે તેમણે ટ્વિટ કરતા જણાવ્યું છે કે 'કોરોના મહામારીને કારણે 47 લાખ ભારતીયોના મોત નીપજ્યા . 4.8 લાખ નહી. વિજ્ઞાન જુઠ્ઠુ ન બોલે. મોદી બોલે છે.' એ પરિવારોનું સન્માન કરો જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનિવાર્ય રુપથી 4 લાખ વળતર આપીને તેમનું સમર્થન કરે. આ સાથે ટ્વિટમાં રાહુલ ગાંધીએ whoની રિપોર્ટ પર ટ્વિટ કરી છે. 

 

મહત્વનું છે કે આ પહેલા રાહુલ ગાંધીએ મોદી સરકારને પેન્શન મામલે ઘેર્યા હતા. તેમણે પૂર્વ સૈનિકોને એપ્રિલ મહિનાથી પેન્શન ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે દૈનિક સમાચાર પત્રમાં પ્રકાશિત એક રિપોર્ટનો હવાલો આપતા અપ્રત્યક્ષરુપથી જણાવ્યુ હતું કે નરેન્દ્ર મોદી સરકાર સૈનિકો અને દેશનું અપમાન કરી રહી છે. ટ્વિટર પર રાહુલ ગાંધીએ લખ્યું "One Rank, One Pension " ના છેતરપિંડી બાદ હવે મોદી સરકાર 'All Rank, NO Pension'ની નીતિ અપનાવી રહી છે. સૈનિકોનું અપમાન દેશનું અપમાન છે. સરકારે પૂર્વ સૈનિકોને પેન્શન જલ્દીથી જલ્દી આપવું જોઇએ. 

કોરોનાના કારણે થયેલા મોતને લઈને WHOએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ભારતમાં કોરોનાના કારણે 47 લાખ લોકોથી વધારે લોકોના મોત થયા છે પરંતુ ભારત પાસે જે આંકડો છે..તે પાંચ લાખ મોતની આસપાસનો છે...જેના કારણે ભારત સરકારે WHOની રિપોર્ટ પર વિરોધ કર્યો છે...ભારતે આ આંકડાઓ પર સવાલો કર્યા છે....જે ટેકનિક કે મોડલ દ્વારા WHOએ આ આંકડા ભેગા કર્યા છે...તે યોગ્ય નથી...WHOએ જૂની રીત અને મોડલ અનુસાર મોતના આકંડા જાહેર કર્યા છે...સરકાર કહ્યું કે WHOએ જે આંકડા જાહેર કર્યા છે..ત માત્ર 17 રાજ્યોના છે...અને તે રાજ્યો ક્યા છે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. 

 

Download Our B K News Today App



Related News