બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો : 100 થી પણ વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 10:55:50
  • Views : 607
  • Modified Date : 2022-05-24 10:55:50

બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો : 100 થી પણ વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા

બનાસકાંઠા માં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. ભાજપ ના શાસન થી કંટાળેલા સામાજિક કાર્યકર અને યુવા અગ્રણી નરસિંહ રબારી સહિત અનેક સરપંચો ડેલીગેટ અને માલધારી સમાજના અગ્રણીઓ સહિત 100 થી પણ વધુ યુવાનો આજે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે .

 

 ભાજપના શાસન થી કંટાળેલા બનાસકાંઠા જિલ્લામાં માલધારી સમાજના યુવાનો અને અગ્રણીઓ આજે કોંગ્રેસના જોડાવા જઈ રહ્યા છે,  ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક પછીએ એક પેપર કૌભાંડ બહાર આવ્યા, સરકાર સામે લડત ચલાવતા લોકો પર ખોટા કેસ થયા છે, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિત અનેક સમસ્યાઓના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સામાજિક કાર્યકર અને રેલવે પોલીસની નોકરી કરતા નરસિંહ રબારી એ પણ સ્વેચ્છાએ નોકરી માંથી રાજીનામું આપી હવે કોંગ્રેસમાં જોડાઇ ને લોક સેવાનો માર્ગ અપનાવ્યો છે. તેમની સાથે ડીસા તાલુકાના સરપંચ, ડેલીકેટ સહિત માલધારી સમાજના 100 થી વધુ અગ્રણીઓ આજે મહેસાણા ખાતે યોજાનાર કોંગ્રેસ ની શિબિર માં ભાગ લેવા જઈ રહ્યા છે જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાશે અને ભાજપ થી પીડાતા જિલ્લા ના લોકોની સમસ્યાઓ હલ કરવાની નેમ સાથે જિલ્લાની તમામે તમામ સીટો પર કોંગ્રેસને વિજય બનાવવા માટે પણ તેઓએ કટિબદ્ધતા બતાવી હતી. . .  .

મહત્વની વાત એ છે કે અત્યાર સુધી માલધારી સમાજ એ ક્યાંકને ક્યાંક ભાજપ સાથે જોડાયેલો હતો પરંતુ હવે ડીસા તેમ જ બનાસકાંઠા જિલ્લાના માલધારી સમાજના યુવાનો અને અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાતા હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન વેઠવાનો વારો આવે તેઓ અત્યારની સ્થિતિ પરથી જણાઈ રહ્યો છે

Download Our B K News Today App



Related News