માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સોઃ ડાંગમાં TVનું રિમોટ ફાટતા બાળક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 10:38:33
  • Views : 461
  • Modified Date : 2019-04-24 10:38:33

સામાન્ય રીતે માતા પિતા પોતાના નાના બાળકોને ક્યારેક રમવા માટે મોબાઇલ ફોન, ઇલેક્ટરિક રમકડા કે પછી ટીવીના રીમોર્ટ રમવા આપતા હોય છે. પરંતુ આવા માતા પિતા એ જાણતા નથી કે પોતાનું બાળક જે ઇલેક્ટ્રીક વસ્તુ કે રમકડાથી રમી રહ્યા છે તેનાથી તેમના બાળકને જીવનું જોખમ છે. માતા પિતાની આંખ ઉઘાડતી એક ઘટના ડાંગમાં બની છે. જ્યાં નવ વર્ષનો બાળક ટીવીનું રિમોર્ટ રમતો હતો. તે સમયે રિમોર્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેનાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડાંગના ધોળવહળ ગામમાં નવ વર્ષનો સુરજ ભાગવત પોતાના ઘરમાં ટીવીનું રિમોર્ટ રમી રહ્યો હતો. આ સમયે અચાનક જ ટીવીના રિમોર્ટમાં બ્લાસ્ટ થતાં સુરજના હાથ અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Download Our B K News Today App



Related News