ટેકાના ભાવે તુવેરની ખરીદી 1લી જાન્યુઆરી 2020થી 31 માર્ચ 2020 સુધી કરાશે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-29 11:30:43
  • Views : 458
  • Modified Date : 2019-12-29 11:30:43

  •  રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી 1લી જાન્યુઆરી 2020થી 31 માર્ચ 2020 સુધી કરવામાં આવશે છે. આ માટે ખેડૂતો દ્વારા ઓન-લાઇન નોંધણી કરાવવી ફરજીયાત રહેશે. આ નોંધણી કરાવવાની મુદ્દત તારીખ 15 જાન્યુઆરી 2020 સુધી લંબાવવામાં આવી છે. તુવેરનો જથ્થો વેચાણ આપવા ઇચ્છતા ખેડૂતોએ આધાર કાર્ડ, ૮/અ અને ૭/૧૨નો ઊતારો કે જેમાં વાવેતરની નોંધ હોય અને જો નોંધ ન હોય તો તલાટીનો દાખલો તથા બેંક પાસબુક / કેન્સલ ચેક લઇને સંબંધિત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC)માં નોંધણી કરાવવા સંપર્ક કરવાનો રહેશે. નોંધણી કરાવી હશે તેવા ખેડૂતોનો તુવેરનો જથ્થો તારીખ 31 માર્ચ 2020 સુધી ખરીદી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News