ડે. કલેકટર કુસુમબેન પ્રજાપતિ દુકાનો ચાલુ કરાવા બન્યા પ્રયત્નશીલ ગુડા દ્વારા રાયસણ, અડાલજ, ચિલોડામાં બનાવેલી દુકાનોની ટુંકા દિવસોમાં હરાજી થાય તેવી શક્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 11:43:53
  • Views : 426
  • Modified Date : 2020-10-08 11:43:53

રાજ્યમાં દરેક જિલ્લાઓનો વિકાસ થાય એ માટે સરકાર દ્વારા ઓથોરિટીની સ્થાપના કરી છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના થયેલી છે. ગાંધીનગર જિલ્લાનો
પૂરપાટ વેગે વિકાસ થાય તે માટે ગરીબ અને નાના અને મધ્યમ વર્ગ માટે એલ.આઈ.જી.થી લઈને એમ.આઈ.જી. ના મકાનો બનાવવામાં આવ્યા છે. ત્યારે ઘણીવાર મકાનો નવા વિકસિત વિસ્તારોમાં બનાવ્યા હોય એટલે દુકાનો શાળાઓ હોવાથી લોકો રહેવા પણ આવતા નથી. ત્યારે ગુડા દ્વારા દસ વર્ષથી બનાવેલી દુકાનોની હરાજી ન થતાં મકાનો પજેશન લેવાયા નથી અને ઘણા મકાનો પજેશન લેવાયા બાદ પણ લોકો રહેવા આવતા નથી. ત્યારે
વેપારીઓ દ્વારા રીતસરની લૂંટ ચલાવીને દૂધની એક કોથળી
ઉપર પણ એક રૂપિયો ચડાવીને વેચી રહ્યા છે. નાના વર્ગ માટે બનાવેલા મકાનોમાં નાનો વર્ગ જ લૂંટાઈ રહ્યો છે. અત્યાર સુધી અધિકારીઓને રસ ન હતો પણ ઉચ્ચ કક્ષાએ આ બાબતની રજૂઆત કરતા અધિકારીઓને લાગ્યું કે વાત સાચી છે. ત્યારે હાલ ફાઈલ પૂરપાટ વેગે મંજૂરીની મહોર મારી દીધી છે. હવે ટૂંકા જ દિવસોમાં આની જાહેરાત થાય તેવી વકી છે.
પ્રાપ્ત સુત્રો તથા ખબરપત્રી દ્વારા મળેલી માહિતી અનુસાર ગુડા દ્વારા રાયસણ, અડાલજ, ચીલોડા ખાતે એલ.આઈ.જી. પ્રકારના મકાનો બનાવવામાં આવ્યા છે. નવા વિકસિત વિસ્તારોમાં રહેવાસીઓને તમામ ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી દુકાનો
પણ ગુડા દ્વારા બનાવવામાં આવી છે. આ દુકાનો પાંચથી દસ વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં કોઇ જ પ્રકારની ચહલપહલ ન કરતાં હરાજી કરવાની ફાઈલ પડી રહી હતી, ત્યારે ગુડાના એક અધિકારીને રજૂઆત કરતાં અને તેમના ધ્યાને વાત આવતા જે ફાઇલ માળીએ ધૂળ ખાતી હતી. તે ખંખેરીને હવે ફાઈલને દોડાવતાં સારા પરિણામો હાલ જોવાઈ રહ્યા છે. હવે કુડાવાસીઓને દૂરથી જ વસ્તુઓ જે લેવા જવી પડે છે તે જવી નહીં પડે ત્યારે ગુડાના ડેપ્યુટી કલેક્ટર એવા કુસુમબેન પ્રજાપતિને પણ આ સંદર્ભે રજુઆત કરતાં અને આમાં જે સ્થિતિ દુકાનો બંધ હોવાથી લોકો રહેવા નથી આવતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય તથા દુકાનો આઠથી દસ વર્ષ સુધીમાં ખંડેરમાં ફેરવાઈ ગઈ.
ત્યારે આ સંદર્ભે હરાજી થાય તે માટે અધિકારી દ્વારા પણ પ્રયત્નો આદરતા અત્યારે સફળતા મળી છે. હવે ટૂંકા જ દિવસોમાં એટલે કે દિવાળી
પહેલા દુકાનોની હરાજી થાય તેવું સૂત્રો જણાવે છે.

Download Our B K News Today App



Related News