તુલસીના પાનથી બનાવો ગરમાગરમ ઉકાળો, શિયાળામાં ખાસ સવારે પીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 16:24:32
  • Views : 554
  • Modified Date : 2020-01-02 16:24:32

તુલસીના પાનથી બનાવો ગરમાગરમ ઉકાળો, શિયાળામાં ખાસ સવારે પીઓ

પહેલાના સમયથી આયુર્વેદ તરીકે ઉપયોગમાં લેવાતી તુલસી સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે ખુબ ફાયદાકારક છે. તુલસી શરદી, તાવ તેમજ ઉધરસ જેવી સમસ્યા માટે 

ઉપયોગીમાં માનવામાં આવે છે એવામાં આજે અમે તમારા માટે તુલસીના ઉકાળાની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય તુલસીનો ઉકાળોપ

સામગ્રી   : ૧૦ નંગ – તુલસીના પાન, ૧ ઈંચ – આદુ વાટેલું, ૪ કપ – પાણી, ૩ ચમચી – ગોળ

બનાવવાની રીતસૌ પ્રથમ તુલસીના પાનને સારી રીતે ધોઈ લો. એક પેનમાં પાણી નાંખી ધીમા તાપે તેને ઉકાળી લો. જ્યારે તે થોડું ગરમ થાય ત્યારે તેમાં તુલસીના પાન અને આદુ નાંખી દો અને પછી તેને ૫ મિનીટ સુધી ઉકળવા દો. ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરો અને તેમાં ગોળ મિક્સ કરી લો. આ મિશ્રણને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ તેમાં સારી રીતે ઓગળી જાય. હવે આ ઉકાળાને ૨ મિનિટ ઠંડો થવા દો. પછી તેને કપમાં ગાળી લો અને શક્ય તેટલું ગરમ પીવાનો આગ્રહ રાખો. 


Download Our B K News Today App



Related News