બનાસકાંઠાના સાંસદ ડીસા ખાતેની જલારામ મંદિર ટ્રસ્ટની મુલાકાતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:15:51
  • Views : 438
  • Modified Date : 2020-04-08 11:15:51

બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ ડીસા ખાતે જલારામ મંદિર ટ્રસ્ટની મુલાકાતે આવ્યા હતા. જેમના દ્વારા ૫૧ હજારનો જલારામ ટ્રસ્ટ દ્વારા ચાલતી ભોજન સેવામાં ફાળો આપવામાં આવ્યો હતો અને લોકો ને પણ આ સેવાકીય સંસ્થામાં ફાળો આપવા અપીલ કરી હતી.
ડીસા જલારામ મંદિર ખાતે આવેલી ભોજનશાળાની મુલાકાત બનાસકાંઠાના સાંસદ
પરબતભાઇ પટેલે લીધી હતી. જલારામ મંદિર ખાતે હાલ રોજના પંદર હજાર લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરાઈ છે. જેમાં રોટલી બનાવવા મશીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે અને દરેક ગરીબના ઘર સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા ચાલી રહી છે. ત્યારે સાંસદ પરબત પટેલે મુલાકાત લઈને જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે સાંસદની સાથે પૂર્વ પાલિકા પ્રમુખ પ્રવિણ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજય ભ્રમભટ્ટ, મહામંત્રી ચેતન ત્રિવેદી, રમેશ દેલવાડિયા, હિતેષ મોઢ સહિતના ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News