રાણકપુર પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 11:54:07
  • Views : 645
  • Modified Date : 2019-11-14 11:54:07

કાંકરેજ તાલુકાના રાણકપુર પાસે થરા-રાધનપુર હાઇવે
ઉપર તેલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વાહનોને ભારે નુકસાન થયુ હતુ. તેમજ ટેન્કરમાં ભરેલ તેલ ઢળી જતા લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન-પ્રતિ દિન વધી રહ્યુ છે. જેમાં તાજેતરમાં અંબાજી બસ પલટી જતા બાવીસ જેટલા મુસાફરોના મોત નિપજ્યા હતા. તે ઘટના લોકોના માનસ ઉપરથી વિસરાઇ પણ નથી ત્યારે ગઈકાલ સવારે રાણક્પુર પાસે થરા- રાધનપુર હાઇવે
ઉપર તેલ ભરેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે આજુબાજુમાંથી લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્‌યા હતા. વાહનોમાં સવાર વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થતા સારવાર અર્થે થરા ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવી તેલની બરણીઓ ભરવા માટે પડાપડી કરી હતી.
આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
પરંતુ  બંન્ને વાહનોને ભારે નુકસાન થયુ હતુ.આ ઘટનાને
પગલે દોડી આવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News