પાટણ ભુસ્તર વિભાગે ખનીજ વહન કરતી ટ્રકને ઝડપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 11:15:10
  • Views : 437
  • Modified Date : 2019-11-29 11:15:10

 બનાસનદીમાંથી મોટા પ્રમાણમાં રેતી ઉપાડવામાં આવી રહી છે અને રોજના મોટા પ્રમાણમાં ડમ્પરો રેતી ભરીને અમદાવાદ મહેસાણા તરફ જતા હોય છે. પરંતુ તેમની સામે ભાગ્યેજ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બુધવારે પાટણ ભુસ્તર શાસ્ત્રીએ પાટણ ખાતેથી ઓવરલોડ ખનીજ વહન કરતી એક ટ્રકને ઝડપી પાડી હતી અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
 પાટણમાં ભુસ્તર વિભાગ તેમજ આર.ટી.ઓ.ની રહેમ નજર હેઠળ રેતી ભરીને ઓવરલોડ ડમ્પરો બેફામ દોડી રહ્યા છે.  તેમાં પણ ખાસ કરીને શિહોરીથી પાટણ તરફ બેફામ દોડતા ડમ્પરો અનેકવાર અકસ્માતો પણ સર્જતા હોય છે અને આ બાબતે લોકોએ વારંવાર પોલીસ તેમજ આર.ટી.ઓ.ને જાણ કરવા છતાં આ માતેલા સાંઢ જેવા
ડમ્પરો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી લોકોમાં આ બાબતે આક્રોશ જોવા મળી રહ્યો છે. બુધવારે
પાલનપુરના ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષી પાટણના ઇન્ચાર્જ હોવાથી
પાટણ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં પસાર થતી એક ટ્રકને રોકાવી તપાસ કરતાં કેપેસિટી કરતાં વધારે રેતી ભરેલ હોવાથી તે ટ્રકને કબ્જે લેવામાં આવી હતી અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભુસ્તરસાસ્ત્રી સુભાષ જોષીએ જણાવેલ કે રેતીનું વહન કરતા લોકો અમારી પણ રેકી કરતા
હોય છે પરંતુ અમોએ પ્રાઇવેટ ગાડીમાં આવતા આ એક વાહન ઝડપાઇ જવા પામેલ છે અને જેને રૂ. ૨.૬૫ લાખ જેટલો દંડ પણ કરવામાં આવશે. તેમજ અમારી ટીમ દ્વારા પ્રાઇવેટ વાહનોમાં રહીને આવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે.

Download Our B K News Today App



Related News