કાકોશી ચાર રસ્તા નજીકથી ગાયો ભરેલી ટ્રક ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 12:13:26
  • Views : 431
  • Modified Date : 2019-11-28 12:13:26

સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા પાસે ગંગોત્રી હોટલની બાજુમાં સવારે રાજસ્થાન
પાર્સિંગની એક ટ્રક આર.જે. ૨૧. જી.એ ૫૫૦૦ નંબરની શંકાસ્પદ હાલતમાં ઉભેલી જણાઈ હતી. ત્યારે ટ્રકમાંથી ગાયોનો રેકવાનો અવાજ તેમજ ગૌમુત્ર ટપકતું હોવાથી આજુબાજુના લોકો તેમજ રાહદારીઓને શંકા જતા સ્થાનિક લોકોએ તપાસ કરતા ટ્રકની અંદર ગાયો હોવાનું જણાઇ આવ્યું હતું. ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા સિદ્ધપુરની કામધેનુ ગૌ શાળાનો સંપર્ક કરતા ગૌશાળાના સંચાલકો ઘટના સ્થળે આવી ગયા હતા અને તેમના દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. આ ઘટના સર્જાતા લોકોના રાહદારીઓને ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જયારે પોલીસ દ્વારા ટ્રકમાં તપાસ કરતા ૧૦ ગાયો અને ૧ વાછરડા મળી આવ્યા. લોકોના ટોળા એકઠાં થઇ જતા ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર ફરાર થઈ ગયા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી બિનવારસી ટ્રક અને ગૌવંશને બચાવી પોલીસ મથકે લઈ જવાયો હતો. ત્યારબાદ આ તમામ ગાયોને કામધેનુ ગૌ શાળામાં મોકલવામાં આવી હતી. કામધેનુ ગૌ શાળાના સંચાલકો દ્વારા કતલખાને જતી ગાયોને ગૌશાળામાં લઈ જવામાં આવી હતી. જો કે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ ના થતા આ મામલે ભીનું સંકેલાતું હોવાનું લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્‌યું છે. ત્યારે આ બાબતે પોલીસ દ્વારા ચોક્કસ તપાસ હાથ ધરાય તો સત્ય બહાર આવી શકે તેમ હોવાનું જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે સવારના નવ વાગ્યાના સુમારે આ ગૌધન ભરેલી ટ્રક પકડાયેલ હોય છતાંય સાંજના ૬ઃ૩૦ વાગ્યાના સમય સુધી કોઈ પણ પોલીસ ફરિયાદન ના નોંધાતા લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. ત્યારે સિદ્ધપુર પોલીસ મથકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હજુ સાંજ સુધી કોઈ ફરિયાદ કરવા આવેલ નથી, જેથી હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવા પામી નથી. જોકે હવે પોલીસ જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધે તેમ જીવદયા પ્રેમીઓની માંગ છે.

Download Our B K News Today App



Related News