પાલનપુર RTO સર્કલ પાસેથી 48 પશુઓ ભરીને કતલખાને જતી ટ્રક ઝડપાઈ : ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-29 11:43:00
  • Views : 261
  • Modified Date : 2021-11-29 11:43:00

 

બનાસકાંઠા માં પાલનપુર-આબુ હાઇવે પર મોડી રાત્રે કતલખાને જતી નાના-મોટા 48 પશુઓ ને જીવદયા પ્રેમીઓએ બચાવ્યા હતા. જ્યારે ટ્રક મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો. પાલનપુર શહેર પશ્વિમ પોલીસ મથકે જીવદયાપ્રેમીઓએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

પાલનપુર પાસે જીવદયા પ્રેમીઓએ કતલખાને જઈ રહેલી પશુઓ ભરેલી એક ટ્રકને ઝડપી પોલીસને સોંપી હતી. હીમાલય માલોસણીયા, પિયુષ પટેલ, ચેતન પુરોહીત અને જયંતિ પટેલ સહિત જીવદયા પ્રેમીઓ મોડી રાત્રે આબુ હાઇવે ઉપર કોરોના હોટલ નજીક બેઠા હતા. તે દરમિયાન માહિતી મળતા રાજસ્થાન થી પાલનપુર તરફઆવી રહેલી ટ્રક નં. GJ-02-XX-5712 ને રોકાવી તલાશી લેતા તેમાં ખીચોખીચ ભરેલા પશુઓ દેખાયા હતા.જેથી જીવદયાપ્રેમીઓએ પાલનપુર કંટ્રોલ રૂમ માં જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. જો કે તે સમયે ટ્રક નો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પાલનપુર પશ્ચિમ પોલીસે ટ્રક માં તપાસ કરતા પશુઓ માટે ઘાસચારાની કોઇ સગવડ કરેલ હતી. તેથી પોલીસે નાના મોટા  48 પશુઓ ભરેલી ટ્રકને પોલીસ મથકે લવાઇ હતી. અને પશુઓને કતલખાને લઈ જતા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News