કાંકરેજના શિહીરીમાં પાટણ હાઈવે નાળા પાસે લોખંડ ભરેલ ટ્રક ગટરમાં ફસાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 11:58:38
  • Views : 352
  • Modified Date : 2021-04-24 11:58:38

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઈવે રોડ પર આવેલ નાળા પાસે પાણીની ગટરમાં ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ નાળુ ભારે વાહનો માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યું છે.  સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે શિહોરી દિયોદર નાળાને ઊંચું કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરીને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી આશા સાથે માંગ કરવામાં આવી છે. જાેકે હાઈવા ક્રેનની મદદથી ભારે જહેમત ઉઠાવીને ટ્રક ગટરમાંથી બહાર કાઢીને ટ્રાફિક હળવો કર્યો હતો. પરંતુ સ્થાનિક વાહન વ્યહવાર ખોરવાયો હતો.   મોટી ભારે ધરખમ ટ્રકો ભરીને આવન જાવન કરતી વખતે પાટણ નાળામાં મોટા ભાગે ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યારે સ્થાનિક તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે શિહોરી-દિયોદર હાઈવે નાળાને ઊંચું કરવામાં આવે તેવી આશા રાખીને બેઠા હોવાથી મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જેમાં શિહોરીએ કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક હોવાથી વાહન વ્યહવાર કચેરીઓ અને બજારમાં લોકોની ભારે ભીડ જામે છે ત્યારે કોરોના કટોકટીમાં સંકટમોચન તરીકે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આશા કાંકરેજ તાલુકાની પ્રજા ઈચ્છા લઈને બેઠી છે. ત્યારે હવે જાેવું એ રહ્યું કે આખરે તંત્ર આંખ આડા કાન કરે છે કે શું તૂટેલા ફૂટેલા હાઈવે રોડ ઉપર ટોલ નાકા ઉપર ફાસ્ટ ટેગ સ્વરૂપે રૂપિયામાં મશગુલ થઈને તમાશો જાેઈ રહ્યા છે.
 નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક રોડનું સમારકામ કરીને વાહન ચાલકો માટે જીવનું જાેખમ ઘટાડવા આગળ આવે તેવી દરેક જગ્યાએ લોક માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News