પાલનપુર એરોમા સર્કલ પાસેથી પશુઓ ભરેલ ટ્રક ઝડપાઈ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-21 11:00:27
  • Views : 231
  • Modified Date : 2022-06-21 11:00:27

 

જીવદયા પ્રેમીઓએ વધુ એક પશુઓ ભરેલ ટ્રક ઝડપી પોલીસ હવાલે કરેલ..


બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર એરોમા સર્કલ થી અમદાવાદ હાઈવે પર એક પશુ ભરેલ ટ્રકને જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી પાડી પોલીસ હવાલે કરતાં પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આ તમામ પશુઓને ડીસા કાંટ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા

ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અનેક વાર રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઇ જવા માટે મોટા પ્રમાણે હેરાફેરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ પશુઓને કતલખાને જતા બચાવવા માટે જીવ દયા પ્રેમીઓ પણ આગળ આવી એક પછી એક પશુઓને કતલખાને જતા બચાવી રહ્યા છે. ત્યારે ગતરોજ પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને એક બાતમી મળી હતી કે રાજસ્થાનના આબુરોડ તરફથી એક એલપી ટ્રક નંબર GJ-02-XX-6873 ની ગાડી પાલનપુર તરફ આવી રહી છે જે બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા એરોમા સર્કલ પર વોચ ગોઠવી હતી બાતમી વાળી હકીકત વાળી ટ્રક એરોમા સર્કલ થી પાલનપુર થી અમદાવાદ હાઈવે પર આવેલા બ્રિજ પર જતા જીવદયા પ્રેમીઓ દ્વારા એલપી ટ્રક ને રોકાવી હતી. જે બાદ પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસની હાજરીમાં એલપી ટ્રક માં તપાસ કરતા ખીચોખીચ રીતે ટ્રકમાં ૩૪ જેટલા પાડાને કુર્તા પૂર્વક ભરી તેમજ ટ્રકમાં ઘાસચારા તેમજ પાણીની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવેલ નહીં અને તમામ પશુઓને કતલખાને લઇ જવાયા હોવાનું જાણવા મળતા જે બાદ પોલીસ તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા ટ્રક ચાલક પાસે પશુઓની હેરાફેરી નું પાસ પરમીટ માંગતા કોઈ જવાબ મળે નહીં તેમજ ટ્રકચાલકનું નામ પુછતા તેને પોતાનું નામ મહમદઅયાજ ફરીદખાન પઠાણ રહેવાસી. કડી ગ્રીન પાર્ક સોસાયટી તા.કડી.જી. મહેસાણા વાળો હોવાનું જાણવા મળેલ જે બાદ પોલીસે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ ખાતે લઇ ગયેલ ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે બાદ આ તમામ પાડાઓને ડીસા ખાતે આવેલ કાંટ પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં પાંજરાપોળના સંચાલકો દ્વારા તેમનું જીવન નિર્વાહ કરવામાં આવશે

Download Our B K News Today App



Related News