માલિયાસણ પાસે ચોકડી નજીક ટ્રક ચાલકોએ કર્યો ચક્કાજામ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 16:05:51
  • Views : 74
  • Modified Date : 2023-12-30 16:05:51

કેન્દ્ર સરકારે અકસ્માત કાયદાના કરેલા ફેરફારને લઈને રાજ્યભરમાં ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર પણ ટ્રક ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો માલિયાસણ પાસે ચોકડી નજીક વિરોધ કર્યો છે.અકસ્માતમાં સજાના નવા કાયદાના વિરોધમાં ચક્કાજામ કરાયો છે. તો નવા કાયદા મુજબ 10 વર્ષ સજાની જોગવાઈ અને લાખોના દંડ સામે ટ્રકચાલકોનો વિરોધ કર્યો છે. ટ્રક ચાલકો દ્વારા કાયદામાં આકરી જોગવાઇનો વિરોધ કરાયો છે. તો રાજકોટ ઉપરાંત મોરબી અને કચ્છમાં પણ વિરોધ કરાયો છે.તો બીજી તરફ કચ્છના સામખિયાળી ચેક પોસ્ટ પર પણ ટ્રક ચાલકોએ હાઈવે જામ કર્યો છે અને પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. નેશનલ હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News