ટ્રક ચાલકોએ સામખિયાળી ચેક પોસ્ટ પાસે હાઈવે જામ કર્યો .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 15:30:20
  • Views : 76
  • Modified Date : 2023-12-30 15:30:20

કચ્છમાં પણ ટ્રકચાલકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. ટ્રક ચાલકોએ સામખિયાળી ચેક પોસ્ટ પાસે હાઈવે જામ કર્યો.જેના કારણે નેશનલ હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો. કેન્દ્ર સરકારે અકસ્માત કાયદાના કરેલા ફેરફારને લઈને રાજ્યભરમાં ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે.ત્યારે કચ્છમાં પણ વિવિધ મુદ્દાઓને લઈને ટ્રક ડ્રાઈવરોએ હાઈવે જામ કર્યો છે. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી.તો બીજી તરફ રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર પણ ટ્રકચાલક દ્વારા વિરોધ નોંધાયો છે. રાજકોટના માલિયાસણ પાસે ચોકડી નજીક વિરોધ કરવામાં આવ્યો છે. તો અકસ્માતમાં સજાના નવા કાયદાને લઈને આ પ્રકારનો વિરોધ નોંધાયો છે. તેમજ ટ્રક ચાલકો દ્વારા કાયદામાં આકરી જોગવાઈનો વિરોધ કરાયો છે.

Download Our B K News Today App



Related News