રાજેસ્થાન માર્ગ અકસ્માતમાં સાંચોર કોંગ્રેસના નેતાનો પરિવાર વિખરાયો; પત્ની, 2 દીકરા અને ભાણી-ભાણેજના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 13:24:16
  • Views : 9021
  • Modified Date : 2021-04-04 13:24:16

    રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર વિસ્તારમાં રવિવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યાં હતા. જેમાં સાંચોરના નિવાસી ગણપતલાલ સુથારના 2 દીકરા, પત્ની, ભાણી-ભાણેજનું મૃત્યું થયું હતું. તેમનો પરિવાર જોધપુરથી સાંચોર તરફ પ્રયાણ કરી રહ્યો હતો. તે દરમિયાન સાંચોરથી આશરે 10 કિમી દૂર અચાનક પૂર-ઝડપે આવતી ટ્રકે તેમની કારને અડફેટે લીધી હતી. દુર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે મૃત્યું થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.


    ગણપતલાલ સુથારના બે દીકરાઓ દિનેશ (25 વર્ષ) અને ભજનલાલ (22 વર્ષ) તેમની માતા શાંતિદેવી અને બે બહેનોના બાળકો જસરાજ (12) અને હાથિસા (5) સાથે જોધપુરથી સાંચોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે સાંચોરથી આશરે 10 કિમી દૂર મીઠી બેરી ચિતલવાના સ્ટેશનની હદના નેશનલ હાઈવે પરાવા પર તેમની ગાડીને સામેથી આવતા ધડાકાભેર ટ્રકે ટક્કર મારી હતી. જેનાથી ગાડીનો આગળનો ભાગ ટ્રકની નીચે આવી ગયો હતો.

    પોલીસે સ્થાનિકોની મદદથી ગાડીમાં ફસાયેલા લોકોને ઘણી મહેનતના પગલે બહાર કાઢ્યા હતા. પરંતું ત્યાં સુધી 4 લોકોનાં તો મોત નીપજ્યાં હતા. જ્યારે ઈજાગ્રસ્ત હાલતમાં ભજનલાલને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા, જ્યાં તેઓએ પણ છેલ્લા શ્વાસ લીઘા હતા. દુર્ઘટનાગ્રસ્ત પરિવારના મુખ્ય સદસ્ય ગણપતલાલ સુથાર સાંચોર વિસ્તારના કોંગ્રેસ OBC સેલના નેતા છે.


Download Our B K News Today App



Related News