અહીંના લોકો ટ્રૉલીમાં ઢગલો રૂપિયા લઇને કરે છે શૉપિંગ, જાણો મોટું રહસ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 13:33:05
  • Views : 1283
  • Modified Date : 2019-09-06 13:33:05

ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેનું સિંગાપુરની એક હોસ્પિટલમાં નિધન થઇ ગયું. 95 વર્ષના રોબ્રટ મુગાબે ગત કેટલાક દિવસથી બિમાર હતા. રોબર્ટ મુગાબે 1980-1987 સુધી વડાપ્રધાન અને 1987-2017 રાષ્ટ્રપતિ રહ્યા હતા. એટલે કે રોબર્ટ મુગાબેએ 37 વર્ષ સુધી ઝિમ્બાબ્વેનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ તેમના કાર્યકાળમાં ઝિમ્બાબ્વેનો સૌથી ખરાબ સમય જોયો છે. ગત વર્ષ સુધી ત્યાં 24 કલાક ખાણી-પીણી સહિતની જરૂરિયાતની વસ્તુઓના ભાવ ડબલ થઇ જતા હતા. આ દેશના લોકો બેગમાં નોટ ભરીને દૂધ, શાકભાજી ખરીદવા જતા હતા. જો ઘરની શોપિંગ કરવી હોય તો ટ્રોલી ભરીને રૂપિયા લઇ જવા પડ્યા હતા.

લોકો ટ્રૉલીમાં નોટ ભરીને ખરીદવા જતા હતા સામાન

થોડાક સમય પહેલા ઝિમ્બાબ્વેના રસ્તા પર ટ્રોલીમાં નોટ ભરીને ઉભેલા લોકો સહેલાઇથી જોઇ શકતા હતા. જોકે, અહીં મોંઘવારી ઘણી હદ સુધી વધી ગઇ હતી. આ કારણથી લોકોને નાના સામાન માટે પણ વધારે પૈસા આપવા પડતા હતા. વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ ઝિમ્બાબ્વેમાં ઇતિહાસનો સૌથી વધારે ફુગાવો હતો. 24 કલાકમાં વસ્તુઓની કિંમત ડબલ થઇ જતી હતી.

તમને જણાવી દઇએ કે ઝિમ્બાબ્વેની વાર્ષિક મોંઘવારી દર જૂન મહિનામાં 175 ટકા પર પહોંચી ગઇ છે. તેનાથી ઝિમ્બાબ્વેમાં 10 વર્ષ પહેલાની જેમ વધારે મોંઘવારીની આશંકા પેદા થઇ ગઇ છે. તે સમયે તેની અર્થવ્યવસ્થામાં ગાબડુ પડ્યુ હતુ અને બચત પુરી થઇ ગઇ હતી. આ અંગે અર્થ શાસ્ત્રી જણાવ્યું કે ઝિમ્બાબ્વેની સરકાર પાસે સારી પોલિસીની કમી છે. તે સમયે ત્યાની સરકારે કોઇ પ્લાનિંગ વગર બસ નોટ છાપવાનું શરૂ કરી દીધુ જેના કારણથી લોકોની પાસે પૈસા આવી ગયા.

સરકારે જો વધારે નોટ છાપવાની જગ્યાએ અનાજ ઉગાડવા માટે ખેડૂતોને યોગ્ય ટ્રેનિંગ આપી હોત તો કદાચ દેશમાં આટલી મોંઘવારી ન હોત. અંહીના લોકો પાસે પૈસા તો આવી ગયા હતો પણ ખાણી-પીણીની વસ્તુઓ ઓછી હોવાના કારણે ખૂબ મોંઘી થઇ ગઇ.

ગરીબ પણ બની ગયા કરોડપતિ

ઝિમ્બાબ્વેમાં જે લોકોને ગરીબ કહેવામાં આવતા હતા. તેમની પાસે પણ કરોડો રૂપિયા હતા પરંતુ તેનો કોઇ ફાયદો ન હતો. કારણકે તે પૈસાની વેલ્યુ ખૂબ ઓછી હતી. તે સમયના આંકડા પર નજર કરીએ તો એક હજાર લાખ કરોડ ઝિમ્બાબ્વે ડોલરની કિંમત આશરે 5 અમેરિકી ડોલર હતી. જેથી ત્યાંની કરન્સી અને મોંઘવારીની હાલત ખબર પડતી હતી.

વર્ષ 1980થી લઇને એપ્રિલ 2009 સુધી ઝિમ્બાબ્વેની કરન્સી ઝિમ્બાબ્વેયિન ડૉલર હતી. તે પહેલા અંહીની કરન્સી રોડેશિયન ડૉલર હતી. હલા આ દેશમાં ઘણા દેશની કરન્સી ઉપયોગ થાય છે. જેમ સાઉથ આફ્રીકામાં રેન્ડ, જાપાની યેન, ચાઇનીઝ યુઆન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકી ડૉલર…

આર્થિક મંદી (1999-2008) તે વધી ગઇ હતી. આ દરમિયાન અંહી મોંઘવારી એવા સ્તર પર પહોંચી ગઇ હતી કે એક અઠવાડિયામાં બસ ભાડુ પણ આશરે 100 ટ્રિલિયન ડૉલર હતું. સરકારને વર્ષ 2009માં હાઇપર ઇનફ્લેશનને નિયંત્રિત કરવા માટે તેમની મુદ્રાને છોડીને અમેરિકી ડૉલર અને દક્ષિણ આફ્રીકા રેંડને અધિકારિક મુદ્રા તરીકે અપનાવવી પડી.

Download Our B K News Today App



Related News