કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરશે તૃપ્તિ ડિમરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-27 08:56:29
  • Views : 126
  • Modified Date : 2023-12-27 08:56:29

બોલિવુડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી માટે વર્ષ 2023 શાનદાર રહ્યું છે. ‘એનિમલ’માં રણબીર કપૂર સાથે રોમેન્ટિક સીન આપીને લાઈમલાઈટમાં આવેલી તૃપ્તિ ડિમરી પહેલા જ નેશનલ ક્રશનો ટેગ મળી ગયો છે. પરંતુ આ વર્ષના અંત પહેલા એક્ટ્રેસના હાથમાં વધુ એક મોટી ફિલ્મ આવી ગઈ છે. તૃપ્તિ ડિમરી ટૂંક સમયમાં કાર્તિક આર્યન સાથે નવા પ્રોજેક્ટમાં કામ કરતી જોવા મળશે. રિપોર્ટ મુજબ અનુરાગ બાસુ અને ભૂષણ કુમારે તેમની અપકમિંગ ફિલ્મ ‘આશિકી 3’ માટે તૃપ્તિ ડિમરીને સાઈન કરી છે. રણબીર કપૂર બાદ હવે તૃપ્તિ ડિમરી પણ ‘આશિકી 3’માં કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ રોમેન્ટિક ફિલ્મ માટે કાર્તિકનું નામ થોડા સમય પહેલા ફાઈનલ કરવામાં આવ્યું હતું. હવે તેની હિરોઈનની પણ ફાઈનલ થઈ ગઈ છે. એટલે કે ભાભી 2 માં કાર્તિક આર્યનની પ્રેમીકા બનશે.તૃપ્તિ ડિમરી ‘એનિમલ’ રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં રહી છે. કાર્તિક આર્યન પણ તેની એક્ટિંગ અને ફિલ્મોને કારણે લાઈમલાઈટમાં રહે છે. કાર્તિકના ફેન્સ એ જાણવા માટે ખૂબ ઉત્સુક હતા કે તે ‘આશિકી 3’માં કોની સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આખરે હિરોઈનનું નામ પણ ફાઈનલ થઈ ગયું છે. ‘આશિકી 3’ આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે, જેનું નિર્દેશન અનુરાગ બાસુ કરી રહ્યા છે.મેકર્સના મતે કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની જોડી ‘આશિકી 3’ માટે પરફેક્ટ પસંદગી છે અને આ જોડી સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવશે. આ કાર્તિક આર્યનની બીજી ફ્રેન્ચાઈઝી ફિલ્મ પણ હશે. આ પહેલા તે ‘ભૂલ ભુલૈયા 2’માં જોવા મળી ચૂકી છે. જેની સફળતા બાદ ભૂષણ કુમારે એક્ટરને ઓરેન્જ કલરની મેકલેરેન જીટી કાર ગિફ્ટમાં આપી હતી. આશિકી 3’ માટે કાર્તિક આર્યન અપોઝિટ તૃપ્તિ ડિમરી જોવા મળશે, જેને સાઈન કરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ 2024ના પહેલા ક્વાર્ટરમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. સપ્ટેમ્બરમાં પણ કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ દ્વારા ‘આશિકી 3’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પરંતુ હીરોઈનને શોધવામાં મેકર્સને 3 મહિના લાગ્યા હતા.હાલમાં ફિલ્મના બાકીના કલાકારોના નામ ફાઈનલ થયા નથી, પરંતુ આના પર પણ ટૂંક સમયમાં કામ શરૂ થશે. એ પહેલા 1990માં રિલીઝ થયેલી ‘આશિકી’માં આ પહેલા રાહુલ રોય અને અનુ અગ્રવાલ સાથે કામ કરતા બતાવવામાં આવ્યા હતા. જ્યારે ‘આશિકી 2’માં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની રોમેન્ટિક સ્ટાઈલ ફેન્સને પસંદ આવી હતી.

 

Download Our B K News Today App



Related News