ડીસાના ભોંયણ પાસે ફરી સર્જાયો ત્રિપલ અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-23 11:35:25
  • Views : 535
  • Modified Date : 2021-10-23 11:35:25

 

ડીસા ના ભોંયણ પાસે ફરી ટ્રિપલ અકસ્માત ની ઘટના બનવા પામી છે.જેમાં ટ્રેલર નું ટાયર ફાટતા ટ્રેલર એ બાઈક ને અડફેટે લીધો હતો જે બાદ ભોંયણ પાસે ઉભેલ ટ્રેકટર ને ટક્કર અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ લોકોને ઘભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા..

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માત ની ઘટના રોજબરોજ વધતી જઈ રહી છે.ત્યારે 12 દિવસ પહેલા ડીસા ના ભોંયણ પાસે હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે રોડ પર મુકવામાં આવેલા ખાંચા માં ભયકર અકસ્માત સર્જાયો હતો.ત્યારે ફરી ડીસાના ભોંયણ પાસે હાઇવે ઓથોરિટી દ્વારા ભોંયણ પાટિયા સામે હાઇવે રોડ પર ખાંચો મુકવામાં આવ્યો છે.તે ખાંચા પર વાહનો એક હાઇવે કોર્સ કરી બીજા હાઇવે પર આવતા હોય છે.ભોંયણ પાટિયા પાસે હાઇવે ઓથોરિટી દ્વારા મુકવામાં આવેલ ખાંચા માં કોઈ પણ પ્રકાર ની સિગ્નલ ન મુકવાના કારણે અવારનવાર અકસ્માત  સર્જાતા હોય છે.ત્યારે આજે ફરી ભોંયણ પાટિયા  પાસે ટ્રિપલ અકસ્માત બનવા પામ્યો છે. ડીસા પાલનપુર તરફ પુરઝડપે જઈ રહેલા ટ્રેલર નું ટાયર ફાટતા ટ્રેલર ના ચાલકે સ્ટેરિંગ પર નું કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા બાઈક ચાલક ને અડફેટે લીધો હતો જેમાં બાઈક ચાલક રોડ પર પટકાયો હતો તેમજ બાઈક ના ભૂકો નીકળી ગયા હતા.તે બાદ રોડ ની સાઈડ માં પાર્ક કરેલ ટ્રેકટર ને જોરદાર ટક્કર મારતા ટ્રેકટર પલટાયુ હતું.જેમાં ટ્રેકટર માં ભારે નુકશાન થવા પામ્યું હતું.જે બાદ ટ્રેલર પણ પલટાયુ હતું.ભોંયણ પાસે સર્જાયેલ ટ્રિપલ અકસ્માત માં બાઈક ચાલક ને તેમજ ટ્રેલર ચાલક અને ક્લીનર ને ઘભીર ઇજા થતાં સારવાર માટે 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સર્જાતા સ્થળ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.બનાવ ના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ડીસા તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો...

Download Our B K News Today App



Related News