વડગામના જલોત્રાથી દાંતા વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત : બેના મોત ત્રણ ઘાયલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-16 11:47:48
  • Views : 290
  • Modified Date : 2021-06-16 11:47:48

     બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો જાણે નજીવા બની ગયા હોય તેમ એક બાદ એક અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવી રહી છે કોરોના વાયરસની મહામારીમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે. ત્યારે હવે માંડ માંડ જ્યારે કોરોનાવાયરસ ની મહામારી ઓછી થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેમાં આવા અકસ્માતોમાં અનેક લોકોએ જિંદગી ગુમાવી છે તો અનેક લોકો આવા અકસ્માતોમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આજે વધુ એક ત્રિપલ અકસ્માત વડગામના જલોત્રા થી દાંતા વચ્ચે સર્જાયો હતો. જલોત્રા પાસે હાઈવે રોડ પર સામ સામે ત્રણ વાહનો આવી જતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જાતા ની સાથે જ આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક ધોરણે બહાર નીકળવાની કામગીરી શરૂ કરી હતી આ અકસ્માતમાં ઘટનાસ્થળે બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ વાનની મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News