ડીસાના ત્રિલોકનાથ મહાદેવ આસ્થાનું કેન્દ્ર બન્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-17 11:51:14
  • Views : 296
  • Modified Date : 2020-10-17 11:51:14

ડીસા ખાતે જુના બસ સ્ટેન્ડની સામે સંતોષી માના મંદિરમાં ત્રિલોકનાથ મહદેવ બિરાજમાન છે. આ ત્રિલોકનાથ મહાદેવની સ્થાપના શિવગીરી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આજથી અંદાજિત ૫૦ વર્ષ પહેલા શિવગીરી મહારાજ દ્વારા અહીં સંતોષીમાતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને સાથે સાથે અહીં ત્રિલોકનાથ મહાદેવની પણ સ્થાપના કરવામાં આવી છે. શિવગીરી મહારાજ દ્વારા બનાસકાંઠામાં અનેક જગ્યાઓ તેમના હસ્તે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે એમાંનું એક આ ત્રિલોકનાથ મહાદેવ પણ છે. હાલ આ મહાદેવની સાર સંભાળ અણદાભાઇ બારોટ, કનુભાઈ પાંચા અને વાસુભાઈ કંસારા દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા પચાસ વર્ષથી આ ટ્રસ્ટીઓ દ્વારા સમય સાથે આ મંદિરનો ધીમે ધીમે વિકાસ કરવામાં આવી રહ્યો છે અને આજે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. શ્રાવણ મહિનામાં પણ અહીં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે પધારતા હોય છે. આ ઉપરાંત અહીં બારે મહિના મહિલાઓ દ્વારા ભજન મંડળી પણ કરવામાં આવતી હોય છે. આ ભજન કાર્યક્રમનો લાભ લેવા માટે નિયમિત દરે અહીં એક ગાય સમયસર આ ભજનનો લાભ લેવા માટે આવી જાય છે. અહીં ભજન કરતી મહિલાઓ આ ગાયને એક દેવીનું સ્વરૂપ માને છે અને ભજન સાથે આ ગાયના આશીર્વાદ પણ લેતી હોય છે. આમ અહીં મહાદેવના આશીર્વાદ લેવા માટે દૂર-દૂરથી લોકો પધારતા હોય છે અને શ્રી ત્રિલોકનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

Download Our B K News Today App



Related News