કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ બસ કર્મચારીઓને બનાસકાંઠા એસ ટી વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-21 13:40:05
  • Views : 292
  • Modified Date : 2021-05-21 13:40:05

     સમગ્ર ગુજરાતમાં બે મહિના સુધી કોરોનાવાયરસ ની મહામારીએ આંતક મચાવ્યો હતો ખાસ કરીને વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ના કારણે સમગ્ર ગુજરાતની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી જેના કારણે અનેક દર્દીઓને સમયસર સારવાર ન મળતાં મોતને ભેટયા હતા તો બીજી તરફ કોરોનાવાયરસ ની મહામારી એટલું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક લોકોને ઓક્સિજન અને ઇન્જેકશનની ભારે હાલાકી ભોગવવી પડી હતી ગુજરાતમાં વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ના કારણે મોટાભાગના દર્દીઓને હોસ્પિટલોમાં સારવાર ન મળતાં જ્યાં જગ્યા મળતી હતી ત્યાં તેઓ સારવાર લઇ રહ્યા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ની મહામારીમાં અનેક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

      કોરોનાવાયરસ ની મહામારીમાં રોજેરોજ એસટી સેવા શરૂ કરી હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરોને સુરક્ષિત લઈ જવા માટે કોરોનાવાયરસ ની મહામારીમાં રાત દિવસ એસટી કર્મચારીઓ એસ.ટી.બસ ચલાવતા હતા સતત વધતા જતા કોરોનાવાયરસ ના કેસ વચ્ચે પણ તમામ એસટી બસ ના કર્મચારીઓ ફરજ પર હાજર રહી કોરોના વોરિયર્સ ની ભૂમિકા ભજવી હતી પરંતુ આ કોરોના કાળમાં ગુજરાતમાં અનેક એસટી કર્મચારીઓ આ મહામારી ના ઝપેટમાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ એસટી કર્મચારીઓ કોરોના મહામારીમાં મોતને પણ ભેટે હતા સમગ્ર ગુજરાતમાં 150 થી પણ વધુ એસટી કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. અને તેમાં અનેક એસટી કર્મચારીઓ મોતને પણ ભેટે હતા...

     સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે અનેક લોકો મોતને ભેટયા છે તો બીજી તરફ લોકો કોરોનાવાયરસ ની મહામારીમાં સુરક્ષિત રહે તે માટે રાત દિવસ તેમના જીવ બચાવવા માટે મહેનત કરતા કોરોના વોરિયર્સ પણ મોતને ભેટયા છે ત્યારે ગુજરાતમાં લોકોને સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચાડવા માટે જે એસટી વિભાગના કર્મચારીઓ રાત દિવસ એસટી બસની સેવા પૂરી પાડતા હતા તેમાં અનેક એસટી કર્મચારીઓ આ સેવા દરમિયાન કોરોના મહામારી ની ઝપેટમાં આવ્યા હતા. અને જેના કારણે અનેક એસટી બસ ના કર્મચારીઓ મોતને પણ ભેટે છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા આ તમામ એસટી કર્મચારીઓની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લામાં એસટી બસમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી કોરોનાવાયરસ ની મહામારીમાં મૃત્યુ પામેલા એસટી કર્મચારીઓના પરિવારને આ આફત સામે લડવાની તાકાત મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News