સિધ્ધપુર પત્રકાર એસોસિએશન દ્વારા પત્રકાર સ્વ.વિનોદ ગજ્જરને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-09 13:34:31
  • Views : 247
  • Modified Date : 2021-05-09 13:34:31

     પાટણ જિલ્લામાં છેલ્લા ણા સમયથી ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા નીડર અને નિષ્ઠાવાન તેમજ સમી તાલુકાના રવદ ગામના વતની સ્વ.વિનોદભાઈ ગજ્જર કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે ખૂબ જ નિષ્ઠાવાન સેવા બજાવી હતી..પાટણ જિલ્લાના તાલુકાઓ તેમજ નાના નાના ગામડાઓમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી મદદરુપ થયેલ ત્યારે આ કોરોના મહામારીમાં પત્રકારની સેવા બજાવતા તેઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે પ્રથમ પાટણની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને અંતમાં પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા છેલ્લા પંદર થી વધુ દિવસ સુધી કોરોના સામે વિનોદભાઈ ગજ્જર જંગ લડતા રહ્યા પરંતુ અંતે જંગમાં હારી જતા તેઓનું સ્વર્ગવાસ થયું હતું..જેને લઈને તેઓની આત્માને શાંતિ માટે સિધ્ધપુર પત્રકાર એસોસિએશન દ્વારા જુના ટાવર પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સ્વ.વિનોદભાઈ ગજ્જરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં તમામ સિધ્ધપુરના પત્રકારો ઉપસ્થિત રહી બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

     હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે એક સાચા કોરોના વોરિયર્સ પોતાના જીવના જોખમે મીડિયાનું કવરેજ કરી આમ પ્રજાને સાચી માહિતી પૂરી પાડવાનો પ્રયાસ કરતા હોય છે , ત્યારે આવા કોરોના વોરિયર્સ કોરોના સંક્રમણનો ભોગ બને છે અને કોરોનાના સામે જ્યારે હારી જાય અને મૃત્યુ થાય છે ત્યારે સરકાર તો શું ? કોઈ પણ તેની દરકાર પણ લેતું નથી જોકે પ્રજાના સાચા સેવક ગણાતા પત્રકારોને સરકાર દ્વારા કોરોના વોરિયર્સનો દરજ્જો આપવામાં આવે અને તેઓના મૃત્યુ બાદ આર્થિક સહાય રૂપી રાહત ફાળવવામાં આવે તેવી માંગ સિધ્ધપુર પત્રકાર એસોસિએશને કરી હતી.

 

 

Download Our B K News Today App



Related News