ધરમપુરમાં આદિવાસી સમાજે જમીન સંપાદનને લઇને વિરોધ નોંધાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-21 18:52:36
  • Views : 121
  • Modified Date : 2023-06-21 18:52:36

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસીસમાજે વિરોધ નોંધાવ્યો છે.વાપી-શામળાજી નેશનલ હાઇવે56 માટે જતી જમીન સંપાદન મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં આદિવાસી ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલી યોજી અને જમીન ન આપવાના નારા લગાવ્યા છે.ધરમપુર પ્રાંત કચેરીમાં જમીન સંપાદનની લોક સુનાવણી રખાઈ હતી.જેનો આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતોવાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમાજના આગેવાનોએ આ અંગે પ્રાંત અધીકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી.આદિવાસી ખેડૂતોનો આક્ષેપ છે કે લોકોને અંધારામાં રાખી કામગીરી શરૂ કરાઈ છે…અસરગ્રસ્તોને જાણ વગર જ જમીનની માપણી થઈ રહી છે.હજારો આદિવાસી ખેડૂતો આ પ્રોજેક્ટથી પાયમાલ થશે.ત્યારે આદિવાસી ખેડૂતોએ કોઈપણ જોગે પોતાની જમીન ન આપવાની ચીમકી ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News