અમીરગઢ તાલુકાના અરવલ્લી પર્વતમાળાના ગીરીરાજ પર્વતે આવેલ કેદારનાથ મહાદેવમાં આદીવાસી સમુદાયનો મેળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-11 10:56:22
  • Views : 232
  • Modified Date : 2022-05-11 10:56:22


મારવાડી સમાજના આદિવાસી સમુદાયમાં વંશપરાગત ચાલી આવતી પ્રથા પ્રમાણે વર્ષ પણ ઘઉં,.મકાઈ અને બાજરીની લણની કર્યા બાદ સમાજના રીતરીવાજ મુજબ અનાજને પોટકામાં બંધ કરી કેદારનાથ મહાદેવના મંદિરે પહોચાડવામાં આવે છે. અને તે તમામ અનાજ એકત્રીત કરી બીજા દિવસે સવારે લાપસી બનાવવામાં આવે છે અને ભગવાનને પ્રસાદ ધરી શ્રીફળ વધેરી ઘુપ દિવા કરી સારા પ્રમાણમાં વરસાદ થાય અને લોકોની સુખાકારી જળવાઈ રહે તેવી માનતા કરવામાં આવે છે. આદિવાસી સમુદાયમાં એવી માન્યતા છે. કે વંશપરમપરાગત ચાલી આવતા રીવાજો અનુસરવા વૈશાખ સુદી સાતમના રાત્રે વાજતે ગાજતે અનાજ લઈ જવામાં આવે છે. અને વૈશાખ સુદ આઠમના સવારે લાપસી બનાવી ભોજન સ્વરૂપે આરોગવામાં આવે છે. જેમાં એક દિવસનો જાગરણ ભજન સંધ્યા અને નાચગાનના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન.મંદિરના મહંત દ્રારા સેવા પુરી પાડવામાં આવતી હોય છે.તે ખરેખર બિરદાવવા લાયક છે.

 

Download Our B K News Today App



Related News