શિવરાત્રીના પાવન દિવસે કોટેશ્વરમાં ભક્તોની આસ્થા સાથે મંદિર સંચાલકોની રમત ઉચ્ચ અધિકારી અને ટ્રસ્ટીએ મંદિર ખોલાવી પુજા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:35:29
  • Views : 263
  • Modified Date : 2021-03-12 10:35:29

દેવોના દેવ મહાદેવનો દિવસ એટલે શિવરાત્રી. ગાંધીનગર પાસે આવેલા
કોટેશ્વર મહાદેવ મંદિરના સંચાલકો દ્વારા ભક્તો સાથે રમત કરાઇ હતી. મંદિર તરફ જતા રસ્તે બેરીકેટ ગોઠવી દર્શન કરવા આવતા ભક્તોને કોરોનાનુ બહાનુ કાઢી પાછા મોકલવામાં આવતા હતા. જ્યારે મંદિરના ટ્રસ્ટી અને એક ઉચ્ચ અધિકારીએ મંદિર ખોલાવી પૂજા અર્ચના કરી હતી. હવે મંદિરના ભગવાનના પણ સંચાલકો દ્વારા ભાગ પાડવામાં આવ્યા છે. જેને લઇને દર્શનાર્થે આવતા ભક્તોમાં સંચાલકો માટે રોષ જાેવા મળતો હતો.
ભગવાન ભોળાનાથને કૃપા કરવા શિવરાત્રીના દિવસે દર્શન કરવાથી ભક્તોની સમસ્યાઓ દુર થાય છે. લોકવાયકા  પ્રમાણે શિવરાત્રીના દિવસે પ્રથમ જ્યોતિર્લીંગ પ્રગટ થયું હતુ. ગુરૂવારે શહેરમાં સાદી રીતે મંદિરોમાં શિવરાત્રીની ઉજવણી કરાઇ હતી. કોરોનાના કારણે સરકારે મેળાઓ નહિ યોજવા ફરમાન આપ્યું હતંુ. ગાંધીનગર પાસે આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરના સંચાલકોએ ભગવાનના ભાગલા પાડી દીધા હતા. અધિકારી આવ્યા હોવાને લઇને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો.  કોટેશ્વર મંદિરને ભક્તો માટે કોરોનાનંુ બહાનંુ કાઢી બંધ રાખવામાં આવ્યુ હતુ. પરંતુ ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમા અને મંદીરના ટ્રસ્ટી માટે ભગવાન શિવના દરવાજા ખોલવામાં આવ્યા હતા, કદાચ હવે એવુ કહેવાય કે કોટેશ્વરના મહાદેવ અમીર અને અધિકારીઓના છે તો નવાઇ નહિ. અનેક શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા પરિવાર સહિત આવતા હતા. પરંતુ મંદિર તરફ જતા દરવાજે બેરીકેટ લગાવી ત્યાંથી જ દર્શનાર્થીઓને રવાના કરવામાં આવતા હતા. દર્શન કરવા આવેલા રમેશભાઇ પટેલએ કહ્યુ હતુ કે, હુ અને મારો પરિવાર દર વર્ષે શિવરાત્રીએ દર્શન કરવા કોટેશ્વરમાં આવીએ છીએ. સરકારે મેળા બંધ રાખ્યા છે તે સારી બાબત છે. પરંતુ મંદિરમાં દર્શન બંધ રાખ્યા છે તે યોગ્ય નથી. રાજ્યના કરોડો મતદારોના મત લઇ સત્તા મેળવવા ચૂંટણીઓ કરાવી હતી. પરંતુ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી તે અયોગ્ય છે. મેં અહિયા આવ્યા
પછી જાણ્યું કે અહિ એક અધિકારી અને મંદિરના ટ્રસ્ટીની મંદિરમાં પૂજા ચાલતી હોવાથી સામાન્ય લોકો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News