24 કલાકમાં 10 જેટલી જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-12 14:20:41
  • Views : 117
  • Modified Date : 2023-06-12 14:20:41

સુરત શહેરમાં ગઇકાલે બપોરે ભારે પવન ફુંકાયો હતો. જેને લઈને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. શહેરમાં 10 જેટલી જગ્યા પર ઝાડ પડવાની ઘટના સામે આવી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.ગુજરાતમાં Cyclone Biparjoyને લઈને સુરત જિલ્લાનું તંત્ર પણ એલર્ટ મોડમાં છે. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ ઇન્ચાર્જ જિલ્લા કલેકટર બી.કે. વસાવાએ સુરત જિલ્લાના તમામ અધિકારી-કર્મચારીઓને પૂર્વ મંજુરી સિવાય હેડ કવાર્ટર ન છોડવાનો આદેશ કર્યો છે. ઉપરાંત 24 કલાક કંટ્રોલ રૂમ પણ શરુ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ સુરતના સુંવાલી અને ડુમસ બીચ પણ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દરિયા કિનારા પર મરીન કમાન્ડો અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.તો બીજી તરફ શહેરમાં વાવાઝોડાની અસર વર્તાઈ હોય તેમ ભારે પવન ફુકાયો હતો. દરિયામાં પણ કરંટ સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 10 જેટલી જગ્યા પર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી.ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં અલથાણ ધીરજ સન્સ પાસે, લસકાણા મારુતિ ઇન્ડસ્ટ્રી પાસે, ઘોડદોડ રોડ આદર્શ સોસાયટી પાસે, અડાજણ પવિત્ર રો હાઉસ પાસે, ન્યુ સિટી લાઈટ રોડ અણુવ્રત દ્વાર પાસે, અઠવા લાઈન્સ ગોકુલમ ડેરી પાસે, રંગર ગોપીનાથ સોસાયટી પાસે, અડાજણ બાપ્સ મંદિર પાસે મળી 10 જેટલી જગ્યા પર ઝાડ પડવાની ઘટના સામે આવી હતી.અડાજણ આનંદ મહલ રોડ પાસે એક ઝાડ તૂટીને ફોરવ્હીલ પર પડ્યું હતું. જેને લઈને ફોરવ્હીલમાં નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ પણ જગ્યાએથી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ઝાડ પડવાની ઘટનાને લઈને ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું.

Download Our B K News Today App



Related News