પાટણ જિલ્લાના ચાણસ્મા પાસે ટ્રિપલ અકસ્માત ત્રણના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 12:04:43
  • Views : 434
  • Modified Date : 2019-07-25 12:04:43

પાટણ જિલ્લાના ચાણસ્મા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બોદલા ગામના ઠાકોર વિનાજી બાબુજી તેમજ તેમની પત્નિ ઠાકોર આરતીબેન વિનાજી અને તેમનો પુત્ર પ્રતિજ્ઞા કે જેઓ બાઇક લઇને સરસ્વતિ
તાલુકાના કોઇટા ગામે મહેમાનગતિએ આવતા હતા. ત્યારે સાંજના ૪ઃ૩૦ કલાકે ચાણસ્મા પાસે એસ.ટી બસ, બાઇક તેમજ ટ્રક એમ ટ્રિપલ અકસ્માત થયો હતો. જેમાં બાઇક પર સવાર પતિ, પત્નિ અને બાળકનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું.
આમ સમગ્ર ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને આ ત્રણેય લાશોને પી. એમ. અર્થે  ચાણસ્મા  સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. આમ અકસ્માતની જાણ ગામમાં થતાં સમગ્ર ગામમાં અરેરાટી તથા ચકચાર મચી જવા પામ્યો હતો.

Download Our B K News Today App



Related News