ડીસા તાલુકાના નાગફળા ગામે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-22 12:16:55
  • Views : 270
  • Modified Date : 2021-09-22 12:16:55

     ડીસા તાલુકાના નાગફળા ગામે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો હતો. હાલમાં વરસાદની ઋતુ હોવાના કારણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાઓ પર વિવિધ સંગઠનો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતો અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે પ્રમાણે લોકો નજીવા પૈસા કમાવવા માટે દિવસેને દિવસે તે પ્રમાણે વૃક્ષો કાપી રહ્યા છે તેના કારણે દિવસે ને દિવસે મોટા મોટા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે જેના કારણે હાલમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમસ્યાના નિકાલ માટે હાલમાં લોકો દ્વારા દર વર્ષે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના નાગફણા ગામે પણ આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો નાગફણા ગામે ગ્રામ પંચાયતના સરપંચ તલાટી તેમજ ગ્રામજનો દ્વારા નવા બનાવેલ ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં 50થી પણ વધારે વૃક્ષો વાવવામાં આવ્યા હતા તે ઉપરાંત કોરોનાવાયરસ ની ત્રીજી લહેરના પગલે નાગફણા ગામમાં સો ટકા રસીકરણ થાય તે માટે પણ નાગફણા ગામના સરપંચ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી આજે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં તમામ વૃક્ષોનું જતન થાય તે માટે પણ સરપંચ દ્વારા અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નાગફળા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News