પાલનપુર નગરપાલિકા પાસે ટ્રેક્ટરો હોવા છતાં કોન્ટ્રાક્ટથી ટ્રેક્ટર લેવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:38:09
  • Views : 608
  • Modified Date : 2019-06-07 11:38:09

પાલનપુર નગરપાલિકા પાસે પોતાની માલિકીના પાંચ ઉપરાંત ટ્રેકટરો છે તેમ છતાં દબાણની કાર્યવાહી માટે દૈનિક રૂપિયા ૨૦૦૦ ભાડાથી કોન્ટ્રાકટ બેજ ઉપર ટ્રેકટર રાખવામાં આવ્યું છે. તેની સાથે પાંચ મજુરોને દૈનિક રૂપિયા ૧૦૦૦ મહેનતાણું ચૂકવવામાં આવી રહ્યુ હોઇ આ અંગે તર્ક- વિર્તકો ઉઠવા પામ્યા છે.પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્ય પેચીદી બની છે. જેના કારણે પાલિકા દ્વારા શહેરમાં અવાર-નવાર દબાણદારો સામે કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવે છે. જેમાં છેલ્લાં કેટલાંક સમયથી પાલનપુર પાલિકા દ્વારા દબાણો દૂર કરવા માટે કોન્ટ્રાકટ ઉપર એક ટ્રેકટર અને પાંચ મજુરો રાખવામાં આવ્યા છે. કોન્ટ્રાકટથી રખાયેલા આ ટ્રેકટરના માલિકને દૈનિક રૂપિયા ૨૦૦૦ ભાડુ ચૂકવવામાં આવી રહ્યું છે. તેમજ તેની સાથે પાંચ શ્રમિકોને દૈનિક રૂપિયા ૨૦૦ લેખે રૂપિયા ૧૦૦૦ મહેનતાણું પણ ચૂકવાઇ રહ્યું છે. બીજી તરફ પાલિકા પાસે પાંચ ઉપરાંતના ટ્રેકટરો તેમજ મજુરો હોવા છતાં કોટ્રાક્ટથી કામગીરી કરવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ અંગે પાલિકાના સુત્રોએ જણાવ્યુ હતુ કે, દબાણની કામગીરી માટે જરૂર હોય ત્યારે આરએન્ડબીમાંથી ટ્રેક્ટર મળતુ ન હોવાથી કોન્ટ્રાકટથી ટ્રેકટર અને મજુર રાખવામાં આવ્યા છે.


Download Our B K News Today App



Related News