ધાનેરા પોલીસે લીલા લાકડા ભરેલ ટ્રેકટર ઝડપી પાડ્‌યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 11:52:43
  • Views : 463
  • Modified Date : 2019-11-17 11:52:43

સરકાર દ્વારા લોકોને ઝાડ વાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને ઝાડ વાવવા
પાછળ વર્ષે દહાડે કરોડો
રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે ધાનેરા તાલુકામાં ઉલટી ગંગા છે ધાનેરા તાલુકામાં રોજેરોજ મોટા પ્રામાણમાં લીલા ઝાડનું નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે.  રોજના ૧૦૦ થી વધારે ટ્રેકટરો આ લાકડાઓ ભરીને ધાનેરાની સો મિલમાં આવી રહ્યા છે તેમ છતાં વન વિભાગના અધિકારીઓને આ દેખાતા નથી. તેમજ મામલતદાર તેમજ તેમની ટીમને પણ આ નજરે પડતા નથી ત્યારે આ બાબતે લોકો દ્વારા આવા ઝાડ કાપતા લોકો સામે પગલાં ભરવા માટે
પોલીસને અગાઉ જાણ કરવામાં આવતા ધાનેરા પોલીસે રાત્રીના સમયે લાકડા ભરીને આવતા ટ્રેકટરને ઝડપી પાડી પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી કરવા માટે ધાનેરા મામલતદારને
સુપરત કર્યુ હતુ.

Download Our B K News Today App



Related News