દેશદ્રોહ: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ, SP ની મંજૂરી વિના FIR નોંધી શકાશે નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-11 11:58:35
  • Views : 262
  • Modified Date : 2022-05-11 11:58:35

દેશદ્રોહ: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ, SP ની મંજૂરી વિના FIR નોંધી શકાશે નહીં

 

સુપ્રીમ કોર્ટમાં રાજદ્રોહના કાયદાની માન્યતાને લઈને ચાલી રહેલી સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, તે પોલીસને દેશદ્રોહની જોગવાઈ અંતર્ગત ગુનો નોંધતા રોકી શકતા નથી, પણ એક સક્ષમ અધિકારી (SP રેંકના) મંજૂરી બાદ 124 A માં કેસ નોંધી શકે છે. તેમણે આગળ કહ્યું કે, અટવાયેલા રાજદ્રોહના કેસની સમીક્ષા થઈ શકે છે. 124 A અંતર્ગત મામલામાં કેટલાય કેસમાં ફટાફટ જામીન આપવા પર વિચાર કરી શકાય છે. 

 

Download Our B K News Today App



Related News