ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ટ્રાવેલ્સના ધંધામાં કરોડોનું નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 11:20:55
  • Views : 366
  • Modified Date : 2021-04-23 11:20:55

કોરોના મહામારીના સમયમાં દરેક ધંધા પર તેની માઠી અસર પડી છે. જેમાં સૌથી વધુ અસર ટ્રાવેલ્સના ધંધાને થઈ છે અને ટ્રાવેલ્સનો ધંધો અત્યારે છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોવાથી ટ્રાવેલ્સના માલિકોએ સરકાર
પાસે રાહતની માંગણી સાથે ધરણાં ઉપર બેઠા છે.
કોરોના મહામારીની શરૂઆત સાથે જ ટ્રાવેલ્સના ધંધા પર તેની માઠી અસર
પડી છે. અત્યારે એ સ્થિતિ આવીને ઉભી છે કે આ ટ્રાવેલ્સનો ધંધો મરણ
પથારીએ પહોંચી ગયો છે. ત્યારે   ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠું કરવા માટે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રમુખ દિનેશભાઈ ધરણા પર બેઠા છે,  જેને સમર્થન આપવા માટે  ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રવાસી વાહનસંચાલક મહામંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ માળી અને મહામંત્રી પણ ધરણા
પર બેઠા છે. કોરોના મહામારી હોવાના કારણે તેઓએ પોતાની ઓફિસમાં જ સરકાર સામે સહાયની માંગ સાથે ધરણાં પર બેસી ગયા છે.  ટ્રાવેલ્સના માલિકોની માંગણી છે કે સરકાર ટેક્ષમાં પ્રથમ છ મહિના સુધી સંપૂર્ણ માફી આપે, નોનયુઝ એડવાન્સ ટેક્સમાંથી કાયમી ધોરણે મુક્તિ અને આર્થિક સહાય
પેકેજ જાહેર કરે તેવી માંગણી કરી છે.
કોરોનાવાયરસ મહામારી પહેલા અનેક લોકોએ લગ્નના મુહૂર્ત નીકળ્યા હતા. પરંતુ છેલ્લા બે મહિનાથી કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો થતા અનેક લગ્ન પ્રસંગો બંધ રહ્યા છે અને જે પણ લગ્ન પ્રસંગે યોજાનાર છે તેમાં પણ સરકારની ગાઈડલાઈન મુજબ લગ્ન પ્રસંગ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવતા તેની સૌથી મોટી અસર ટ્રાવેલ્સ ધંધા પર જાેવા મળી રહી છે. દર વર્ષે ટ્રાવેલ્સ ના સંચાલકો લગ્ન પ્રસંગ દરમિયાન સારી કમાણી કરતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી સતત કોરોના વાયરસની મહામારીના કારણે હાલમાં ટ્રાવેલ્સનો ધંધો ભાંગી પડયો છે.

Download Our B K News Today App



Related News